તમારે પણ હેલ્ધી સ્કીન જોઈએ છે? આ આદતો અપનાવો

હેલ્ધી સ્કીન માટે અમુક આદતો જીવનમાં અપનાવી લો જરૂર ફાયદો થશે. ચમકતી અને સ્વસ્થ ત્વચા માટે યોગ્ય જીવનશૈલી હોવી પણ જરૂરી છે.દરરોજ પૂરતી માત્રામાં પાણી પીવાનું રાખો.

સ્કીન
New Update

આજકાલ પોતાની વ્યસ્ત જિંદગીમાં કોઈને પોતાના શરીરની કાળજી લેવાનો સમય નથી જેને પગલે ફેશ પર પણ ધ્યાન આપી શકાતું નથી. અને તાત્કાલિક ફેશ સુંદર દેખાડવા માર્કેટમાં મળતી વિવિધ જાતની કેમિકલ યુક્ત ક્રિમો અને જેલ નો ઉપયોગ કરતાં હોય છે.

પણ આવું ન કરતાં અમુક આદતો જીવનમાં અપનાવી લો જરૂર ફાયદો થશે. ચમકતી અને સ્વસ્થ ત્વચા માટે યોગ્ય જીવનશૈલી હોવી પણ જરૂરી છે.

જેમાં હેલ્ધી ડાયટથી લઈને રોજની કસરત સુધીની ઘણી બાબતોનો સમાવેશ થાય છે. દરરોજ પૂરતી માત્રામાં પાણી પીવાનું રાખો. પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. તેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે.

સંતુલિત આહાર લો. તમે આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજ વગેરેનો સમાવેશ કરી શકો છો. તમે બેરી, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂકા ફળો ખાઈ શકો છો

સારી ઊંઘ અત્યંત જરૂરી છે. સારી ઊંઘ આવવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. તેનાથી તમારી ત્વચા તાજી રહે છે. એટલા માટે એ જરૂરી છે કે તમે દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ જરૂર લો. અને તણાવ માઠી બહાર આવો. 

 

Here are a few more articles:
Read the Next Article