શું તમે કયારેય વિચાર્યું છે કે વસ્તુ ચીપકાવતું ગ્લૂ તેની બોટલમાં શા માટે નથી ચોંટતું, તો જાણી લો તેનું કારણ

કોઈપણ વસ્તુ તુટી જાય ત્યારે તેને ચોંટાડવા માટે ગ્લૂ કામ આવે છે. ઘરની જરૂરી વસ્તુઓમાં પણ ગ્લૂ વડે ચીપકાવી શકાય છે.

શું તમે કયારેય વિચાર્યું છે કે વસ્તુ ચીપકાવતું ગ્લૂ તેની બોટલમાં શા માટે નથી ચોંટતું, તો જાણી લો તેનું કારણ
New Update

કોઈપણ વસ્તુ તુટી જાય ત્યારે તેને ચોંટાડવા માટે ગ્લૂ કામ આવે છે. ઘરની જરૂરી વસ્તુઓમાં પણ ગ્લૂ વડે ચીપકાવી શકાય છે. તમે પણ ગ્લૂનો ઉપયોગ તો કર્યો જ હશે. પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે તમે ક્યારેય વિચાર્યું છે કે જે દરેક વસ્તુને સરળતાથી ચોંટાડી દેતો ગ્લૂ તેની બોટલની અંદર કેમ નથી ચોંટતું ?

ગ્લૂ પોલિમર નામના રસાયણોમાંથી બનાવવામાં આવે છે. પોલિમર લાંબા સ્ટ્રૈંડ હોય છે જે ચીકણા અથવા તો ખેંચી શકાય તેવા હોય છે. ગ્લૂ બનાવવા એવા પોલિમરની પસંદગી કરવામાં આવે છે જે ચીકણું હોય અને ખેંચી શકાય તેવું હોય. જ્યારે આવા પોલિમર મળે છે તો તેમાં પાણી ઉમેરવામાં આવે છે. પાણીને લીધે તે પ્રવાહી સ્થિતિમાં આવે છે. પાણી ગ્લૂ લિક્વિડ સ્ટેટમાં આવે છે, જે ગ્લૂને સૂકવવા દેતું નથી અને તે લિક્વિડ સ્ટેટમાં રહે છે.

બોટલમાંથી ગુંદર બહાર કાઢતા જ તે હવાના સંપર્કમાં આવે છે. તેના કારણે ગ્લૂમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને માત્ર પોલિમર જ રહે છે. પાણી વિના આ પોલિમર ફરીથી ચીકણું અને સ્ટીકી થઈ જાય છે. બોટલ જ્યાં સુધી પેક રહે છે ગ્લૂ તેમાં પ્રવાહી ફોર્મમાં રહે છે અને ચોંટતું નથી. હવા ગ્લૂની બોટલમાં પ્રવેશ કરે તો પોલિમરમાંથી પાણી સુકાઈ જાય છે અને ગ્લૂ પણ જામી જાય છે.  

#Connect Gujarat #BeyondJustNews #bottle #glue #wondered #doesn't stick #glue stick
Here are a few more articles:
Read the Next Article