ચહેરા પર છે ખીલના ડાઘ તો, અહી છે ઘરેલુ ઉપાય

લાઇફસ્ટાઇલ | Featured | ચહેરા પરના ખીલ જતાં જતાં ડાઘ મૂકી જાય છે. જેના કારણે ફેશ ડલ લાગે છે. આપણી પણ કેટલીક ભૂલોના કારણે આ ડાઘ પડતાં હોય છે. આ ડાઘ સેલ્ફ કોન્ફિડન્સ પણ ઘટાડે છે. તો ચાલો આજે આ ડાઘને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીએ :

ખીલ
New Update

સંતરા સાઇટ્રિક એસિડથી ભરપૂર હોય છે. સંતરાનો પાવડર દહીંમાં મિકસ કરીને સ્કિન પર લગાડવાથી પણ ફાયદો થાય  છે. નારિયેળ તેલ પણ ડાઘને દૂર કરવામાં મદદ કરે છે.  સારી ત્વચા માટે કોસ્મેટિક પ્રોડક્ટ જ માત્ર ઉપાય નથી. ક્યારેક વધારે પડતી બાહ્ય કોસ્મેટિક ચહેરા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ક્યારેક ઘરેલુ અને નેચરલ ઉપાયો પણ કામ કરી જતાં હોય છે.

 જો તમે તમારા ચહેરા પર મેકઅપ નથી કરતા, તો તમારા ચહેરાને દિવસમાં બે વાર ફેસવોશથી ધોઈ લો.

તમારી ત્વચા અનુસાર ફેસવોશ પસંદ કરો. સીરમનો કરો ઉપયોગ કરો. આ સીરમ ત્વચાની કરચલીઓ, , ખીલ અને ડેડ સેલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

 દરેક પ્રકારની ત્વચાને મોઈશ્ચરાઈઝરની જરૂર હોય છે. શુષ્કથી તૈલી અને સામાન્ય ત્વચા માટે વિવિધ મોઇશ્ચરાઇઝર ઉપલબ્ધ છે. સનસ્ક્રિનનો જરૂર ઉપયોગ કરો કારણ કે સનસ્ક્રીન તમારા ચહેરાને ધૂળ, ગંદકી, સૂર્યના યૂવી કિરણોથી બચાવે છે.

 ઘરની બહાર નીકળવાની 15 મિનિટ પહેલા તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવો. તેનાથી સનબર્ન અટકે છે અને સ્કિન ટૈન નથી થતી. અને ચહેરો બચે છે.      

Here are a few more articles:
Read the Next Article