ઓઇલી સ્કીન ધરાવો છો તો આટલું ધ્યાન રાખજો

ઓઇલી સ્કિનના લોકોને સ્કિનની કેર વધારે કરવી પડે છે. ઓઇલી સ્કિનના લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે સ્કિન પરના પોર્સ સતત ઓઇલ પ્રોડ્યુસ કરતા રહે છે

ઓઇલ
New Update

શું તમારી પણ ઓઇલી સ્કીન છે ? ઓઇલી સ્કિનના લોકોને સ્કિનની કેર વધારે કરવી પડે છે. ઓઇલી સ્કિનના લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે સ્કિન પરના પોર્સ સતત ઓઇલ પ્રોડ્યુસ કરતા રહે છે અને ગંદકીના સંપર્કમાં આવીને સ્કિનને પ્રભાવિત કરે છે.

આ એક્નેને કારણે સ્કિનની સમસ્યાઓ વધતી જાય છે. જેના કારણે અમુક લોકો સેલ્ફ કોન્ફિડન્સ પણ ગુમાવતાં હોય છે. ઠંડીમાં સામાન્ય રીતે મોટાભાગના લોકો આંખો બંધ કરીને તેલ અને ક્રીમ લગાવી દેતા હોય છે,

જેમાં નારિયેળ તેલ મુખ્ય રીતે બધા લગાવતા હોય છે. નારિયેળ તેલ ઓઇલી સ્કિન માટે સારું સાબિત થતુ નથી. ઓઇલી સ્કિનના લોકોએ ક્યારેય પણ કોઇ પ્રકારનું મોઇસ્યુરાઇઝર લગાવવુ જોઇએ નહીં.

મોઇસ્યુરાઇઝર લગાવવાથી સ્કિન વધારે ઓઇલી થાય છે. જેના કારણે સ્કિનની સમસ્યાઓ વધી શકે છે. તમારી સ્કિન ઓઇલી છે તો ચહેરા પર ક્યારેય હાર્ડ સ્ક્રબનો ઉપયોગ કરશો નહીં. હાર્ડ સ્ક્રબથી સ્કિન પોર્સ ખુલી જાય છે જેના કારણે સ્કિન ઓઇલ પ્રોડ્યુસ કરવા લાગે છે. 

Here are a few more articles:
Read the Next Article