પાતળા વાળને ઘટ્ટ કરવા છે તો અહી છે ઉપાય

ખરતા વાળ અને વાળ પાતળા હોવા આજકાલ દરેક વ્યક્તિની સમસ્યા બની ગઈ છે. વાળના સ્વાસ્થ્ય અને તેની ગુણવત્તામાં ઉણપ, વાળ પાંખા થઇને તૂટી જવા પાછળ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, પ્રદૂષણ અને નિયમિત કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ છે.

New Update
વાળ

વાળની હેલ્થ ખરાબ હોવા પાછળ હોર્મોન અસંતુલન, વારસાગત કે કોઇ બીમારીની દવાની અસર પણ સામેલ છે. આ માટે અહી કેટલીક વસ્તુઓનું સેવન જે તમને ફાયદો કરાવી શકે. પણ એ પહેલા તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો .

અળસીના બીજ માં વિટામિન બી, વિટામિન ઇ અને હેલ્ધી ફૅટ્સ ઉપરાંત ઓમેગા-3 ફૅટી એસિડ્સ રહેલું છે. જે સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર લાવે છે અને વાળને મૂળથી મજબૂત બનાવે છે.

બીજું છે કલોંજીના બીને નીગેલા બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં વાળ માટે જરૂરી પોષકતત્વો રહેલા છે. વાળના ગ્રોથને ઝડપી બનાવે છે. આ સાથે તેને રેગ્યુલર ખાવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.

લીલા પાંદડાવાળા શાકમાં ફૉલેટ, આયર્ન, વિટામિન બી6, વિટામિન એ અને સી જેવા પોષક તત્વો રહેલા છે. આ તમામ તત્વો વાળના ગ્રોથ માટે જરૂરી હોય છે. ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વાળ ઝડપથી લાંબા થાય છે અને સ્મૂધ રહે છે.

શિયાળામાં ગાજર ખાવાથી વાળના દરેક સેલ્સને પોષક મળે છે. વાળના ગ્રોથ માટે વિટામિન એની જરૂર સૌથી વધારે રહે છે, 

Latest Stories