હાથની ચામડીને મુલાયમ રાખવાના ઘરેલુ ઉપાય જાણો

હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી પડી જતી હોય છે અને ત્યારબાદ આપણે ચિંતા કરીયે છે.તો આજે કેટલાક ઘરેલુ નુશ્ખા ની વાત કરીશું:

New Update
સંભાળ

રોજિંદા જીવનમાં ફેશની કાળજી તો આપણે રાખીએ છીયે પણ હાથ પગ ની સાર સંભાળ નથી લેતા જેના કારણે હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી પડી જતી હોય છે

અને ત્યારબાદ આપણે ચિંતા કરીયે છે. તો આજે કેટલાક ઘરેલુ નુશ્ખા ની વાત કરીશું: જો તમારા હાથ પર ટેનિગ હોય તો લીંબુ નો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દો. લીંબુની બંને હાથમાં સ્ક્રબ કરો. રોમ છિદ્રો ખૂલશે અને ટેનિંગ દૂર થશે .

ત્યારબાદ હેન્ડ વોશ કરીને મોશ્ચરાઇઝર લગાવી દો.જો હાથની સ્કિન ડલ અને ડ્રાય હોય તો ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો . એક મોટા બાઉલમાં પાણી ગરમ કરો. બાઉલમાં અસેંશિયલ ઓઇલમાં 2-3 બુંદ ઉમેરો.

ગુલાબની પાંખડી પણ પાણીમાં નાખો. આ પાણીમાં 10થી12 મિનિટ હાથ ડૂબાડી રાખો. હેન્ડ વોશ કર્યાં બાદ હાથ પર મોશ્ચરાઇઝર લગાવો હા, હાર્ડ સાબુના બદલે ફેશવોશ અથવા તો સોફ્ટ સાબુનો જ ઉપયોગ કરો.

સૂકી ત્વતા અને પિંગમેટશનમાં દૂધ કામ કરે છે. એક બાઉલમાં હુંફાળું દૂધ લો, પછી 10-12 મિનિટ હાથને તેમાં ડૂબાડી રાખો અને દૂધથી માલિશ કરો. આ ટિપ્સ હાથને મુલાયલ કરવામાં મદદ મળશે. આ નુશ્ખા તમને જરૂર થી મદદ કરશે તમારા હાથને સુંદર બનાવવામાં. 

 

Latest Stories