5 મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, પર્યાવરણની જાણવણી આપણું કર્તવ્ય

આજકાલ આધુનિકતાની દુનિયામાં , આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે , જે પૃથ્વી અને પૃથ્વી અને પર્યાવરણ માટે પણ નુકશાનકારક છે

New Update
tree

આજકાલ આધુનિકતાની દુનિયામાં , આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે , જે પૃથ્વી અને પૃથ્વી અને પર્યાવરણ માટે પણ નુકશાનકારક છે ... માનવી અને પર્યાવરણ વચ્ચે ઘેરો સંબંધ છે. પ્રકૃતિ વિના આપણું જીવન નિરર્થક છે...

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટેનું મુખ્ય સાધન છે.  વિશ્વ પર્યાવરણ દિવસ એ જાહેર જનતા સુધી પોહચવા માટેનું એક મંચ છે, જેમાં દર વર્ષે 143 થી વધારે દેશો ભાગ લે છે...

આજકાલ પર્યાવરણ સતત દૂષિત થઇ રહ્યું છે, જેથી કરીને સુખી જીવન  માટે પ્રકૃતિનું રક્ષણ અને જાણવણી જરૂરી બન્યા છે. આ હેતુ ને ધ્યાનમાં રાખીને જ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે . જે દિવસે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણ ને બચાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે .
આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. 

પર્યાવરણ દિવસનો ઇતિહાસ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1972માં શરૂ થઈ હતી. યુનાઈટેડ નેશન્સે 5 જૂન 1972ના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી, ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.
યુનાઈટેડ નેશન્સે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ પર્યાવરણ દિવસ સૌપ્રથમ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઉજવવામાં આવ્યો. 1972માં સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.

માત્ર કહેવાથી પર્યાવરણ બચી નથી જવાનું એના માટે દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. આપણા દેશના પર્યાવરણને સાચવવાની જવાબદારી આપણી પણ છે.

Latest Stories