Connect Gujarat
લાઇફસ્ટાઇલ

આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: વાંચો શું છે તેની ઉજવણી પાછળનું રહસ્ય અને ઇતિહાસ

આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: વાંચો શું છે તેની ઉજવણી પાછળનું રહસ્ય અને ઇતિહાસ
X

8 માર્ચનાં રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે પરંતુ શા માટે આ જ તારીખે મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે? શું છે આ દિવસ પાછળનો ઇતિહાસ અને દિવસનું મહત્વ... ?

વર્ષ 1909ની 28મી ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ન્યૂયોર્કમાં વિશ્વ મહિલા દિવસ ઊજવવાની શરૂઆત કરી હતી. ન્યોયોર્કમાં 1908માં કપડાં એટલે કે ગાર્મેન્ટ્સનાં કામદારોની હડતાલ થઈ હતી. જેમાં મહિલાઓનાં અથાગ પરિશ્રમ અને પરિસ્થિતો સામે આવી હતી. તેમાંથી એક શ્રમ કાર્યકર્તા થેરેસા મલ્કીએલ દ્વારા ગારમેન્ટ કામદારોની વિરુદ્ઘમાં શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મહિલા ગાર્મેંટ વર્કર્સે તે સમયે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. જેની યાદમાં આ દિવસની ઊજવણી 8 માર્ચનાં કરવામાં આવે છે. તે પછી અમેરિકાનાં સમાજવાદીઓ પાસેથી પ્રેરણા લઈને જર્મન પ્રતિનિધિઓએ પણ આ મહિલા દિવસના વિચારનો પ્રસ્તાવ રાખ્યો હતો.

યુનેસ્કો અનુસાર વીસમી સદીમાં નોર્થ અમેરિકા અને યુરોપમાં આ કામદારોની ચળવળે જે ક્રાંતિ લાવી હતી તેના નિમિત્તે મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે. 1945ની સાલમાં યુનાઈટેડ નેશન્સ ચાર્ટરમાં મહિલા અને પુરુષ વચ્ચે સમાનતાનાં અધિકારોને પ્રોત્સાહન આપતો પહેલો આંતરરાષ્ટ્રીય કરાક કરવામાં આવ્યો હતો જેના પછીથી વર્ષ 1975ની 8મી માર્ચથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી આ જ તારીખે વિશ્વભરમાં 8 માર્ચનો દિવસ મહિલાઓને ડેડિકેટ કરવામાં આવ્યો છે. બીજી બાજુ રશિયામાં પ્રથમવખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ની સાલમાં કરવામાં આવી હતી. આ ઊજવણી મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ દર્શાવવા માટે કરી હતી. આ જ રીતે જો યૂરોપની વાત કરીએ તો 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી હતી જેની સાથે યૂરોપમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો હતો.

Next Story