શું નાની ઉંમરમાં ફેશ પર કરચલીઓથી પરેશાન છો ?

આજકાલ 25 વર્ષની કેટલીક છોકરીઓના ચહેરા પર એટલી બધી કરચલીઓ પડી જાય છે કે તેઓ 70, 80 વર્ષની દેખાવા લાગે છે.ઘરમાં રહેલી અમુક વસ્તુઓ પણ તમારી આ સમસ્યા હલ કરી શકે છે.

New Update
ઉપાય

આજકાલના સમયમાં અયોગ્ય જીવનશૈલીના કારણે શરીરની સાથે ફેશ પણ ઉંમર કરતાં વધારે ખરાબ લાગતો હોય છે. આજેકેટલાક ઘરગથ્થુ નુશ્ખા જાણીએ જેનાથી આ સમસ્યાથી રાહત મળી રહેશે.

લોકો પોતાના ફેશને સુંદર દેખાડવા ઘણા પ્રયત્નો કરે છે. આજકાલ 25 વર્ષની કેટલીક છોકરીઓના ચહેરા પર એટલી બધી કરચલીઓ પડી જાય છે કે તેઓ 70, 80 વર્ષની દેખાવા લાગે છે.ઘરમાં રહેલી અમુક વસ્તુઓ પણ તમારી આ સમસ્યા હાલ કરી શકે છે.

ઘરમાં રહેલા ચણાના લોટ અને હળદરનો ફેસ પેક બનાવી શકો છો. આ માટે એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ, થોડી હળદર, એક ચમચી દહીં અને થોડું ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો, તેને 20 મિનિટ સુધી સૂકવવા દો, પછી ઠંડા પાણીથી ધોઈ લો.જેનાથી ફેશ પરની કરચલી દૂર થવામાં મદદ મળશે.

 ત્યારબાદ એલોવેરા અને કાકડી તમારે એક ચમચી એલોવેરા જેલ, છીણેલી કાકડી અને એક ચમચી લીંબુનો રસ સારી રીતે મિક્સ કરીને આ પેસ્ટને ગરદન અને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો, પછી ઠંડા પાણીથી ધોઈ લો.

તમે દહીં અને મધ સાથે ફેસ પેક પણ યુઝ કરી શકો છો. આ માટે તમારે એક ચમચી દહીં, થોડું મધ અને થોડો લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવવાની જરૂર છે. તેને ચહેરા પર લગાવો, પછી ઠંડા પાણીથી ધોઈ લેજો.

આ બધા સિવાય દરરોજ તમારા ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેના પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. કેટલીક વસ્તુઓ અમૂકના ફેશ પર રિએકશન કરતી હોય તો ડોક્ટરની સલાહ લઈ પછી ટ્રાય કરવું.

Latest Stories