અંકલેશ્વરમાં સર્જાય દુર્ઘટના

એશિયાડ નગર નજીક સર્જાય દુર્ઘટના

કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી

નીચે પાણી પી રહેલ બાળકીનું મોત

શહેર પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર  પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું
મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆ જીલ્લાના નારદા પોસ્ટ ખેડા થાનાના કલ્યાણપુરા ગામના મોવાડા ફળિયામાં રહેતા બહાદુર કમજી મેડા પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના એશિયાડ નગરમાં નવા શોપિંગ સેન્ટર પાસે રહે છે નવા શોપિંગ સેન્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.તે દરમિયાન ખાલી ટ્રોલી લીફ્ટમાં ચઢાવવા આવી રહી હતી આ સમયે ટ્રોલી અચાનક નીચે તૂટી પડતા નીચે પાણી પી રહેલ ૯ વર્ષીય મનીષા મેડાના માથા ઉપર ટ્રોલી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી.બનાવ અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.