ભરૂચ નગરપાલિકા તંત્ર આવ્યું હરકતમાં

યુવાનના મોત બાદ તંત્ર જાગ્યુ

રસ્તે રખડતા ગદર્ભને પાંજરે પુરવાની કામગીરી

તંત્રની વિવિધ ટીમ જોડાઈ

અકસ્માતમાં મોપેડ સવાર યુવાનનું નિપજ્યું હતું મોત

ભરૂચમાં રસ્તે રખડતા ગદર્ભના ઝુંડના કારણે યુવાનનું મોત નીપજ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ગદર્ભને પાંજરે પુરવાની કામગીરી શરૂ કરી છે

ભરૂચ શહેરમાં માર્ગ પર અચાનક ગદર્ભ આવી જતાં થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ સવાર એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.ઘટના બાદ મોડે મોડે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતા ગદર્ભોને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

પાલિકાની ટીમે અનેક ગદર્ભોને પકડી તેમને પાંજરામાં પુરવાની કાર્યવાહી હાથ ધરી હતી.સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માત્ર અકસ્માત બાદ નહીં, પરંતુ નિયમિત ધોરણે રખડતા પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓ ફરી ન બને.