MP : ફરી એકવાર બોરવેલમાં ફસાઈ માસૂમ જિંદગી, ટીકમગઢમાં બાળકની બચાવ કામગીરી યથાવત

New Update
MP : ફરી એકવાર બોરવેલમાં ફસાઈ માસૂમ જિંદગી, ટીકમગઢમાં બાળકની બચાવ કામગીરી યથાવત

મધ્યપ્રદેશના નિવાડીના સેતપુરા ગામમાં ત્રણ વર્ષીય પ્રહલાદ કુશવાહા પોતાના ખેતરમાં રમતા રમતા બોરવેલમાં પડી ગયો. માસૂમને બચાવવા માટે આર્મી, એસડીઆરએફ, સાગર અને ગ્વાલિયર સિવાય લખનઉથી પહોંચેલ બચાવ ટિમની દેખરેખ હેઠળ રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. બાળકને બચાવવામાં 48 કલાકથી વધુ સમય અત્યારસુધીમાં વીતી ગયો છે.

મધ્યપ્રદેશના ટીકમગઢ નિવાડીના સૈતપુરા ગામમાં 3 વર્ષીય માસૂમ બાળક પ્રહલાદને બોરવેલમાંથી બહાર કાઢવામાં 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે. 4 નવેમ્બરના રોજ દિવસના 9 થી 10 વાગ્યાની વચ્ચે બોરવેલમાં પડ્યા બાદથી લઈને અત્યારસુધી રેસક્યું ઓપરેશનને 48 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે. જ્યારે બચાવ ટીમનો હાથ હજી ખાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બચાવ ટીમને બાળક સુધી પહોંચવામાં આજનો આખો દિવસ લાગી શકે છે.

નિવાડી કલેકટર આશિષ ભાર્ગવે શરૂઆતથી જ આ સમગ્ર મામલામાં વહીવટી બેદરકારીને દોષી ઠેરવ્યા છે. તેઓ કહે છે કે નવા જિલ્લાને કારણે સંસાધનોના અભાવ તેમજ અધિકારીઓમાં સંકલનના અભાવને કારણે સંસાધનોની વ્યવસ્થા કરવામાં અને વધારવામાં મોડું થયું છે. જો કે આજે સવારથી, આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને, સામાન્ય માણસની સાથે મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર આર્મી, એસડીઆરએફ, સાગર અને ગ્વાલિયર ઉપરાંત લખનૌથી પહોંચેલી બચાવ ટીમની સંભાળમાં બચાવ કામગીરી ચાલુ છે. ટનલને સમાંતર બનાવવા માટે એલએનટી અને જેસીબી મશીનો સતત પૂરતું ખોદકામ કરી રહ્યા છે. બાળક બોરવેલમાં 60 ફૂટ ઊંડે ફસાયો હોવાનું અનુમાન છે.

પહલાદના પરિવારની નજર પણ બચાવ ટીમના ભરોસા પર તેમના પુત્રના સુરક્ષિત બહાર નીકળવાની આશા સાથે બચાવ ટીમ પર ટકી છે. ખરેખર, આ ઘટના ત્યારે બની જ્યારે નિવાડીના પૃથ્વીપુર પોલીસ સ્ટેશનના સેતપુરા ગામમાં ત્રણ વર્ષીય પ્રહલાદ કુશવાહા પોતાના ખેતરમાં રમતા રમતા બોરવેલમાં પડી ગયો. તેના પિતાએ 3 દિવસ અગાઉ જ ખેતરમાં બોરવેલ ખોદ્યો હતો. જેને પાનથી ઢાંકવામાં આવ્યો હતો. પિતા કહે છે કે તેની ઊંડાઈ 200 ફુટ છે, જેમાં 90 ફૂટની ઊંડાઈ પર પાણી છે. વધુમાં પિતા કહે છે કે બોરમાં પડ્યા પછી થોડો સમય બાળકનો અવાજ આવી રહ્યો હતો, જ્યારે હવે કોઈ અવાજ સંભળાય નથી રહ્યો.

Latest Stories