/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03131927/Mahisagar_CG-e1617436183816.jpeg)
મહિસાગર જિલ્લા ન્યાયાલયના નવીન સંકુલનું આજે વર્ચ્યુઅલ ઉદઘાટન ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને મહિસાગર જિલ્લાના વહીવટી જજ ડો. જસ્ટીસ અશોકકુમાર જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.
મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ તા. ર જી એપ્રિલ-૨૦૧૭ માં મહીસાગર જયુડિશિયલ ડીસ્ટ્રીક્ટ તરીકે લુણાવાડા ખાતે જીલ્લા ન્યાયાલય કાર્યરત થયું હતું ત્યારબાદ નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વરધરી રોડ ઉપર અત્યાધુનિક સુવિધાયુક્ત નવીન જિલ્લા ન્યાયાલય સંકુલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વર્તમાન સ્થિતિ અને સમય મુજબ સુવિધાપૂર્ણ ચાર માળમાં જુદી જુદી અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલ જિલ્લા ન્યાયાલય સંકુલનું આજે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને મહિસાગર જિલ્લાના વહીવટી જજ ડો. જસ્ટીસ અશોકકુમાર સી. જોષીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.