ગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યો છે. જેમાં 47 જેટલા પોલીસ ઇન્સપેક્ટરોની બદલી કરવામાં આવી છે. આ લિસ્ટમાં 43 હથિયારી પોલીસ ઇન્સપેક્ટરો અને 4 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટરોની બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં એક સાથે 47 PIની બદલી કરવામાં આવી છે. બિન હથિયારધારી પોલસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. આર.જી દેસાઇને સીઆઇડી ક્રાઇમથી હટાવીને સુરત શહેરમાં બદલી કરાઇ છે. એનઆર વાઘેલાને ખેડાથી બદલી કરી અમદાવાદ લાવવામાં આવ્યા છે. જે.આર પટેલની પોરબંદરથી બદલી કરી ગાંધીનગર ટ્રાંસફર કરાયા છે. ત્યાં જ વાય બી જાડેજાની અમદાવાદથી બદલી કરી રાજકોટ શહેરમાં મોકલાયા છે.
