• ઉમરગામ મામલતદારની આત્મહત્યાનો મામલો

  • ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત મામલતદારનો આપઘાત 

  • મામલતદાર દલપત બ્રાહ્મણકાચ્છે કર્યો આપઘાત

  • આપઘાત પાછળનું રહસ્ય ઘેરું બન્યું

  • પોલીસે ચકચારી ઘટનામાં તપાસ શરૂ કરી 

વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે 13મી એપ્રિલની મોડી રાત્રે અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટીતંત્ર વ્યસ્ત છેત્યારે મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલા અધિકારીએ શા માટે આપઘાત કર્યો તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.અને મામલતદારના આપઘાત પાછળનું રહસ્ય ઘેરું બન્યું છે.