બીજી મા સિનેમા : ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

New Update
બીજી મા સિનેમા : ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરસ અનુપમ ખેરને આ વર્ષના બેસ્ટ એક્ટર એવોર્ડ મળી શકે એવો સક્ષમ અદભૂત અભિનય કર્યો છે. અક્ષય ખન્નાને સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ નક્કી જ સમજજો.

વડાપ્રધાન મનમોહન સિંઘ, ડૉ. મનમોહન સિંઘ ગઠબંધનની સરકારમાં રહીને પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હતી. ન બોલવામાં નવ ગુણ કહેવતને પણ ફીક્કી પાડે, એવા વડાપ્રધાન મોઢામાં મગ ભર્યા છેબોલો ! આપની ખુરશી ડામાડોળ થઇ રહી છે ? ત્યારે પણ પાર્ટી કહેશે એવું મક્કમ કહે અને નિભાવે એવા સિંઘ ઈઝ કિંગમનમોહન સિંઘ.

આપણા અહમદ પટેલ, આટલા પાક્કા રાજકારણી, ગાંધી પરિવારના નખશિખ વફાદાર, અસરકારક કોમ્યુનિકેટર હશે એ ફિલ્મ જોશો તો સમજાશે. જર્મન એકસ્ટ્રેસ સોનિયા ગાંધીનો અભિનય કરે નામ એનું સુઝાને બરનેટ’. સલામ ! આપનાં અભિનયને.

કોંગ્રેસ સિવાયના રાજકીય પક્ષો આ ફિલ્મ જોઇને ગેલમાં આવી જશે એમના માટે એટલી જ દિવાદાંડી કે આપના પક્ષના નેતા પર બાયોપીક બનશે તો આટલા જ ભવાડા ફિલ્મના પડદે ખુલ્લા પડશે.

રાહુલ, પ્રિયંકા, અમરદિપસિંહ, મુલાયમસિંહ, પી. ચિદમ્બરમ્, અબ્દુલ કલામ, લાલુ યાદવ, અર્જુન સિંઘ, બધા જ રૂપેરી પડદે આવે ને જાય ક્યાંય અજુગતું ન લાગે.

નમોનું વાવાઝોડું એવું કે એમના ચૂંટણી પ્રચારની સ્પીચ આવે કે દર્શકોમાં નવો કરંટ વ્યાપી જાય.

બે હાથ જોડીને વિનંતિ કે ફિલ્મ પૂરી થાય પછી ઉતાવળ ન કરતા, ઓમ ગીત પર રીમેકિંગ જોવાનું ચૂકતા નહિં. પૈસા વસૂલ.

ચોટદાર સંવાદ :

  • સંજયા તુમ્હે સંજય બનના હોગા (યાદ કરો મહાભારત)
  • શેર કભી દાંત સાફ કરતા હૈ ક્યાં ? (પ્રેસ કોન્ફરન્સમાં જતા પહેલા મનમોહન સિંહનો ડાયલોગ)
  • મી. પાની આપ નીચે જાના ચાહતે થે ઔર મૈં ઉપર
  • સમ ટાઈમ્સ ઈટ ઈઝ વાઈસ ટુ બી ફુલીંસ

જેઓ અહમદભાઈને મળ્યા છે, જાણે છે એ માની ન શકે એટલા મુસ્સદી બતાવ્યા છે. ફિલ્મની શરૂઆતમાં ડિસક્લેમર લખી દેવાનું કે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહિ એટલે ફિલ્મ સર્જકો બે હાથ ઊંચા કરી દે એ દર્શકોને ગળે ઉતરે એવી વાત નથી. સેન્સર બોર્ડ પ્રમાણપત્ર આવે એટલે ફિલ્મમાં દર્શાવતા પાત્ર, ઘટનાને આબેહૂબ સ્વીકારવી એ માન્ય નથી. એની વે અહમદભાઈ પટેલ ઈઝ એ બીગ શોટ. એ વાત નક્કી ઓલ ધ બેસ્ટ અહમદભાઈ પટેલ આવનારા વર્ષોમાં આપનો સિતારો બુલંદ થશે એવી શુભકામના.

Latest Stories