મહેસાણા: એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, જુઓ કારણ

New Update
મહેસાણા: એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, જુઓ કારણ

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આજ થી 1 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ એન્ડિંગના કારણે હિસાબી કામકાજને લઈ વેપારીઓએ  એપીએમસીમાં રજુઆત કરી માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઊંઝા માર્કેટયાર્ડ આજથી આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 2 એપ્રિલ થી રાબેતા મુજબ માર્કેટયાર્ડ શરૂ થશે. હાલમાં જાહેર હરાજીથી માંડી તમામ કામકાજથી વેપારીઓ અળગા રહેશે. ઊંઝા માર્કેટયાર્ડ માં ગુજરાત સહિત રાજસ્થાન, એમપી તેમજ અન્ય રાજ્યોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોય છે તેમને સળંગ આટલી રજા રહેવાથી તકલીફ ઊભી થઈ શકે છે પણ ઊંઝા એપીએમસી દ્વારા દર વર્ષે માર્ચ એન્ડિંગ ને લીધે હિસાબી કામ કાજ માટે બંધ રખાતું હોય છે. તે મુજબ આ વખતે પણ માર્ચ મહિના માં એપીએમસી બંધ રહેશે.

Latest Stories