મહેસાણા : ભાવિકા અને જાનુ નામના કિન્નર જોવા મળ્યાં સાથે, અંતે કેનાલમાંથી ભાવિકાનો મૃતદેહ મળ્યો

New Update
મહેસાણા : ભાવિકા અને જાનુ નામના કિન્નર જોવા મળ્યાં સાથે, અંતે કેનાલમાંથી ભાવિકાનો મૃતદેહ મળ્યો

કડીની નર્મદા કેનાલમાંથી કિન્નરનો હત્યા કરાયેલો મૃતદેહ મળવાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે સાત કિન્નર આરોપીઓની ધરપકડ કરી છે....


કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી કિન્નરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કિન્નરની ઓળખ દહેગામના નાંદોલ ગામની ભાવિકા તરીકે થઇ હતી. ભાવિકાના માથાના વાળ કાપીને નિર્દયતાથી હત્યા કરી નાંખવામાં આવી હતી. મહેસાણા એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમોએ ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતાં. સાયબર સેલ તથા અન્ય વિભાગોની તપાસ દરમિયાન ભાવિકા છેલ્લે જાનુ નામના કિન્નર સાથે જોવા મળી હતી. પોલીસે જાનુની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતાં તેણે હત્યાના ગુનાની કબુલાત કરી હતી. મૃતક ભાવિકાપોતાના વિસ્તારમાં ભીખ માંગતા સહન ન થતા અન્ય 7 કિન્નરોથી સહન થતું ન હતું અને તેમણે ભાવિકાની હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો. ભાવિકાની વડોદરામાં હત્યા કર્યા બાદ 70 કીમી દુર આવી કેનાલમાં મૃતદેહ નાંખી દીધો હતો.

Latest Stories