મહેસાણા : છઠીયારદાના મહંતનું 4 એપ્રિલે થશે મૃત્યુ ? જુઓ કેટલો સાચો પડશે દાવો

New Update
મહેસાણા : છઠીયારદાના મહંતનું 4 એપ્રિલે થશે મૃત્યુ ? જુઓ કેટલો સાચો પડશે દાવો

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના મહંતએ 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરતાં આ મુદ્દો રાજયભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સામાન્ય રીતે કોઈ પણ વ્યકિતને પોતાની જન્મની તારીખ ખબર હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિને પોતાની મૃત્યુની તારીખ ખબર હોય તેવી ઘટના મહેસાણા જિલ્લામાં જોવા મળી છે. જેમાં છઠીયારડા ગામના મહંતએ પોતાના મૃત્યુની તારીખ જાહેર કરી છે તેમના દ્વારા પોતાની મૃત્યુની તારીખ આજરોજ નહિ પરંતુ વર્ષ 2018 માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યકમમાં તેમના મૃત્યુ અંગે આગાહી કરી હતી. મહંતે જણાવ્યું હતું કે તેઓ 4 એપ્રિલ 2021ના રોજ પોતાનો દેહ ત્યજી દેશે.

આ તારીખે રાત્રિના 10 થી 11 કલાકની વચ્ચે તેમનું મૃત્યુ થશે. તેમના અનુયાયીઓ દ્વારા પણ આ સમાધિની પુષ્ટિ કરી છે તેઓ કઈ જગ્યા પર અને કઈ રીતે સમાધિ લેશે તે ભગવાન પર છોડ્યું છે ઉલ્લેખનીય છે કે તેઓ આ અગાઉ તેઓ જુના વાડજથી ભાજપમાંથી કોર્પોરેશનમાંથી ચૂંટણી પણ લડ્યા હતા અને જેમાં તેમની હાર થઈ હતી અને છેલ્લા અનેક વર્ષોથી અધ્યાનના માર્ગે હતાં. હાલ તો સમગ્ર વિસ્તારમાં મહંતના મૃત્યુની આગાહીનો મુદ્દો ચર્ચાની એરણે ચઢયો છે..

Latest Stories