મહેસાણા: સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરે પ્રસર્યો સુવર્ણ રંગ,જુઓ શું સર્જાયો અદભૂત સંયોગ

New Update
મહેસાણા: સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરે પ્રસર્યો સુવર્ણ રંગ,જુઓ શું સર્જાયો અદભૂત સંયોગ

મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ મોઢેરા  સૂર્ય મંદિરમાં આજે આહલાદક નજારો જોવા મળ્યો હતો. સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈ ને ગર્ભગૃહમાં આકર્ષક રૂપમાં સૂર્ય કિરણો ફેલાતા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ  સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું. ત્યારે મંદિર એ રીતે નિર્માણ કરાયું હતું કે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સભાખંડ અને બાદમાં ગર્ભગૃહમાં સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું. હાલમાં પણ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. જેમાં સૂર્યનું પહેલું કિરણ સભાખંડ માંથી ગર્ભગૃહમાં પહોંચે છે. જોકે હાલમાં મંદિરમાં સૂર્યેદેવની પ્રતિમા નથી. જેથી પહેલાંની જેમ સૂર્યકિરણોનું પરાવર્તન મંદિરમાં થવાનો સંજોગ હવે રહ્યો નથી. ખાસ આ ઘટના ઘટવાનું કારણ એ છે કે સૂર્ય મંદિરના નિર્માણ વખતે જીણવટભર્યું કામ અને મોઢેરાથી કર્ક વૃત્ત પસાર થતું હોવાથી આ નજારો વર્ષમાં બે વાર નિહાળવાનો મોકો મળે છે. સૂર્ય મંદિર માં સૂર્યના પ્રથમ કિરણ પ્રવેશતા આહલાદક દ્રષ્યો સામે આવ્યા હતા મંદિરના ગર્ભ ગૃહ સોનેરી પ્રકાશ સાથે મેઘ ધનુષના નયનરમ્ય દ્રશ્યો  સર્જાયા હતા. આ નજારો જોવા ગુજરાતના અન્ય જિલ્લામાંથી પર્યટકોની ખાસ હાજરી પણ જોવા મળી હતી.સૂર્ય મંદિરમાં સૂર્યના કિરણો પ્રવેશવાની સાથે મંદિરમાં ગોલ્ડન કલર પ્રસર્યો હતો અને સુંદર દ્રષ્યો સામે આવ્યા હતા. સૂર્ય મંદિરની બાંધકામ શૈલી જ આબેહૂબ હોવાથી લોકો સૂર્ય મંદિર માં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવ હોય કે પછી આજે યોજાયેલ આ આહલાદક દ્રષ્યો નિહાળવા અચૂક લાભ લેતા હોય છે.

Latest Stories