વસ્તી ગણતરી એ લોકકલ્યાણ અને વિકાસ માટેનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય, ઈ.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતાભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વ-ગણતરી (Self Enumeration) કરી આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કેવસ્તી ગણતરી એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. જેનો મુખ્ય આશય સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણશિક્ષણઆરોગ્યરોજગાર અને ભવિષ્યના વિકાસ કાર્યો તેમજ પાયાની આધારભૂત સુવિધાઓના આયોજનને સુનિશ્ચિત કરવાનો છે.

ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલે વધુમાં માહિતી આપતા કહ્યું કેસમગ્ર ભરૂચ જિલ્લામાં વસ્તી ગણતરી માટેની આ સ્વ-ગણતરી પ્રક્રિયાતારીખ 17 થી 31 મે, 2026 દરમિયાન ઓનલાઈન માધ્યમથી હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોનટેબ્લેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ મહા-જનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે અત્યંત આવશ્યક છે. કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ માટે નાગરિકો સરકારના ટોલ ફ્રી નંબર 1855 નો ઉપયોગ કરી શકે છે.

આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે. જે સ્કેન કરવાથી વેબસાઇટ ખુલશે. 

નોંધનીય છે કે, તારીખ 1 જૂન થી તારીખ 30 જૂન,2026 દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને ઘરયાદી ગણતરીની માહિતી એકત્રિત કરવામાં આવશે. જે નાગરિકોએ ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરી લીધી છે

તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલો ‘Self Enumeration ID’ (SE ID) સાચવી રાખવાનો રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આ ID તેમની સાથે શેર કરવાનો રહેશે. ભરૂચ જિલ્લામાં આ સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 18 ચાર્જ અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.