/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/24162819/WhatsApp-Image-2019-12-24-at-3.35.19-PM-1.jpeg)
મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ ખાતે સંસ્થાની સિલ્વર જયુબિલીની ઉજવણીના ભાગ રૂપે તા.૨૩-૧૨-૨૦૧૯ના રોજ “Non Fire Cooking Competition”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાની અલગ અલગ ર૭ શાળાઓએ ભાગ લીધો હતા. મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ સરભી તમાકુવાલા હાજર રહયા હતા. ભરૂચ નગરપાલિકાના પ્રમખ તી સરભી તમાકવાલાએ તેમજ મુસ્તાક મુન્શીએ રીબીન કાપી સ્પર્ધાનું ઉદઘાટન કયું હતું , સરભી તમાકવાલાનું નુસરત કાઝીએ શાલ આપી સ્વાગત કર્યું હતું, રીજવાના જમીનદારનું અલીક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્ય વેશાલી સોલાણીએ શાલ આપી સ્વાગત કયું હતું.
આ સ્પર્ધાના નિર્ણાયકોનું સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી યુનુસ માંજરા તેમજ સલીમભાઈ અમદાવાદીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં દારૂલ યતામાના અનાથ બાળકો તેમજ કલરવ સ્કૂલના વિકલાંગ બાળકો અને ખિદમત-એ-ખલ્ક ટ્રસ્ટના અંધ બાળકો જોડાયા હતા અને સમગ્ર સ્પર્ધાનો આનંદ માણ્યો હતો. તેઓએ અલગ અલગ કકીંગ ટેબલ પર નિર્ણાયકો પછી કુકીંગ ડીશના ટેસ્ટ કર્યો હતા. જિલ્લાની વિવિધ સ્કૂલોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતા અને અવનવી સ્વાદિપ્ટ વાનગીઓ બનાવી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. નિર્ણાયકો સ્વાદ, રજૂઆત, સ્વચ્છતા અને પોષણક્ષમ ખારાકનું જિણવટભર્યુ નિરીક્ષણ કરતા હતા તેમજ સમય-સમયના અંતરે જાતજાતની રમતો પણ રમાડવામાં આવી હતી અને ઈનામા આપવામાં આવ્યા હતા. સ્પર્ધાને અંતે નિર્ણાયકોએ વિજેતાઓના નામ જાહેર કર્યા હતા અને વિજેતાઆને ઈનામ આપવામાં આવ્યા હતા.