મોરબીના વાંકાનેર તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, કોણકોટ પાસે કાર ચાલકને ઝોકુ આવતા એકાએક કાર કૂવામાં ખાબકી હતી. જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. દિવાળની રજાઓં વેકેશન માણવા ગયેલા અમદાવાદનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. એક જ પરિવારમાં ચાર સભ્યોના મોતથી પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.
અમદાવાદનો પરિવાર દિવાળીની રજામાં ફરવા ગયો અને ફરીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે કાર ચાલકને ઝોકુ આવી જતા કાર કુવામાં ખાબકી હતી. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. વાંકનેરના પાસે થયેલા આ અકસ્માતને પગલે આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો અને ઘટનાની જાણ થતા જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પરતું કુવામાં ખાબકેલી કારમાંથી પરિવારને બહાર કાઢે તે પહેલા જ પરિવાર સભ્યોના મોત નિપજ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બાદમાં તમામ મૃતકોને બહાર કાઢી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં અકસ્માતના સૌથી વધુ બનાવો બનતા હોય છે, આ તહેવારોમાં આગ લાગવાના સૌથી વધુ બનાવો સામે આવતા હોય છે જ્યારે રોડ અકસ્માતના કિસ્સા પણ વધી જતા હોય છે જેમાં મુત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે, એવામાં મોરબીમાં અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે જેને લઈને પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. પરિવારના સભ્યોએ પણ નહીં જાણ્યો હોય કે દિવાળીની રજાઓ તેમના જીવનની અંતિમ સફર બની જશે.
