• વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર

  • કુંભારના ચાકથી શરૂ થયેલી સફર વૈશ્વિક ફલક પર ગરજી

  • ભારતની કુલ સિરામિક નિકાસમાં 90 ટકા હિસ્સો

  • ગુણવત્તા અને કિંમતમાં ચીનને સીધી ટક્કર આપી

  • આધુનિકીકરણથી સિરામીક ઉદ્યોગને મળ્યો વેગ 

કુંભારના ચાકથી શરૂ થયેલી સફર આજે ચીનને હંફાવીને વૈશ્વિક ફલક પર ગરજી રહી છે. ભારતની કુલ સિરામિક નિકાસમાં 90% હિસ્સો ધરાવતું ગુજરાતનું મોરબી આજે દેશનું ગૌરવ છે.

મોરબી આજે માત્ર એક શહેર નથી,પરંતુ વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે. અહીંની અનુકૂળ ભૌગોલિક સ્થિતિમાટીની ઉત્તમ ગુણવત્તા અને કંડલા-મુન્દ્રા બંદરની નિકટતાએ આ ઉદ્યોગના પાયા મજબૂત કર્યા છે. વર્ષ 2024-25 દરમિયાન મોરબીએ અમેરિકાફ્રાન્સ અને જર્મની જેવા વિકસિત દેશોમાં અંદાજે રૂપિયા 15,000 કરોડની પ્રોડક્ટ્સ નિકાસ કરી વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

આ સફળતાના મૂળમાં આધુનિક સંશોધનો રહેલા છે. પરંપરાગત ભઠ્ઠીઓના સ્થાને હવે એનર્જી-એફિશિયન્ટ ટેકનોલોજી’, ઓટોમેશન અને રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધ્યો છે. સરકારના સિરામિક પાર્કના વિઝન અને આર્થિક પ્રોત્સાહનને કારણે આજે અહીંના 1200થી વધુ એકમો વાર્ષિક 60 લાખ ટન ઉત્પાદન કરી રહ્યા છે. આ આધુનિકીકરણના પ્રતાપે જ મોરબી આજે ગુણવત્તા અને કિંમત એમ બંને મોરચે ચીનને સીધી ટક્કર આપી રહ્યું છે.

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ હેઠળ છેલ્લા બે વર્ષમાં 2200થી વધુ ઉદ્યોગકારોને રૂપિયા 115 કરોડની સીધી સહાય મળી છે. આ ઉદ્યોગ આજે અંદાજે 9 લાખ પરિવારોની આજીવિકાનો સ્ત્રોત બન્યો છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ મોરબીની વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ’ વિશ્વનું ધ્યાન ખેંચશેજે વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ વેગ આપશે.