અમદાવાદ શહેરમાં બદલાતા વાતાવરણ અને બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ચાલુ માસ દરમિયાન રોગોના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ચાલુ માસમાં નોંધાયેલા રોગોના આંકડા:-

•             ડેન્ગ્યુના કેસ: 604

•             મેલેરિયાના કેસ: 129

•             ટાઇફોઇડના કેસ: 236

•             ઝાડા ઉલટીના કેસ: 194

અમદાવાદ શહેરમાં શુદ્ધ પાણીની પરાકાષ્ઠા અને સ્વચ્છતાની ચકાસણી માટે અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 6585 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 19 સેમ્પલ ફેલ નીવડ્યા હતા. આ ઉપરાંત, મચ્છરના બ્રિડિંગને ડામવા માટે મનપાનું સઘન ચેકિંગ અભિયાન ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા 1153 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 104 એકમોમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યું હતું. આ ગંભીર બેદરકારી અને બ્રિડિંગ મળવાના કારણે કુલ 202 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને તંત્ર દ્વારા 6 લાખ રૂપિયાથી વધારેનો દંડ વસૂલવામાં આવ્યો છે.