વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે ઈન્સટાગ્રામ ફ્રેન્ડે મુંબઈમાં પાર્ટી આપવાના બહાને બોલાવી બે મિત્રોએ હોટેલમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
મળતી અહિતી અનુસાર વડોદરામાં અભ્યાસ કરતી યુવતીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી સફાન સાથે મિત્રતા થઈ હતી. સફાને યુવતીને પાર્ટી કરવાના બહાને મુંબઈ બોલાવી હતી, જ્યાં સફાન અને તેના સુરતના મિત્રો હોટેલમાં ભેગા થયા હતા. મુંબઈની હોટેલમાં પાર્ટી દરમિયાન આરોપીઓએ યુવતીને કેફી પીણું પીવડાવી દીધું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટના બાદ યુવતીની તબિયત લથડતાં આરોપીઓ તેને પોતાની ફોર-વ્હીલર કારમાં બેસાડીને સુરત તરફ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાપી નજીક યુવતીની તબિયત વધુ ખરાબ થતાં આરોપીઓ તેને સારવાર અર્થે વાપીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલના તબીબે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ તાબડતોબ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીની આપવીતી સાંભળીને ગુનો રજિસ્ટર કર્યો હતો. પોલીસે યુવતીનું તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) કરાવ્યું છે. આ કેસમાં પોલીસે હાલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમને અદાલતમાં રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે બંને આરોપીઓના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ
