અનરાધાર વરસાદ બન્યો આફતરૂપ

મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ઠપ

પશ્ચિમ રેલવે દ્વારા 24 ટ્રેનો કરાઈ રદ

14 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી

રેલવે તંત્રએ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યો

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મુંબઈ ડિવિઝનમાં પડેલા મુશળધાર વરસાદે રેલ વ્યવહારની કમર ભાંગી નાખી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર ભારે ખોરવાયો છે.

મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધીમાં કુલ 24 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જેમાં 6 જેટલી MEMU અને પેસેન્જર ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 14 જેટલી ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરીને વચ્ચેના સ્ટેશને જ અટકાવી દેવામાં આવી છે.

ભારે વરસાદને કારણે ટ્રેનો અટવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પરંતુ રેલવે તંત્ર પણ તરત જ એક્શન મોડમાં આવ્યું છે. મુંબઈ, વડોદરા અને અમદાવાદ ડિવિઝનમાં અટવાયેલા મુસાફરો માટે ચા, નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ તમામ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે.જ્યાંથી મુસાફરોને ટ્રેન સંબંધિત પળેપળની માહિતી મળી રહેશે.