પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપ લગાવ્યાં છે.
શર્લિન ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, 27 માર્ચ, 2019ના રોજ બિઝનેસ મીટિંગ પછી તેની અને રાજ કુંદ્રા વચ્ચે મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી અને તે જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. રાજ કુંદ્રા ઘરે આવ્યો પછી તેને અચાનક જ જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. તે સતત ના પાડતી હતી. તેણે રાજને કહ્યું હતું કે તે એક પરિણીત વ્યક્તિ સાથે સંબંધો રાખવા માગતી નથી.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વચ્ચેના સંબંધો વિશે ફોડ પાડતાં શર્લિન ચોપરાએ જણાવ્યું હતું કે, રાજે તેને એવું કહ્યું હતું કે તેના શિલ્પા સાથેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે. તે ઘરમાં મોટા ભાગે તણાવમાં રહે છે. શર્લિને વધુમાં ઉમેર્યું હતું કે, રાજ તેને કીસ કરતો રહયો હતો તેથી તે ડરી ગઇ હતી.આખરે તેણે રાજને ધકકો મારી દુર હડસેલી દીધો હતો અને વોશરૂમમાં જતી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ ક્રાઇમ બ્રાંચે 26 જુલાઈ, 2021ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં નિવેદન આપવા માટે શર્લિનને સમન્સ પાઠવ્યું હતું. જોકે તેણે બોમ્બે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યાં હતાં.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170