મૂળ મરાઠી અને નડિયાદ શહેરમાં રહેતી મધ્યમવર્ગીય પરિવારની દીકરી તબીબ બ્રેવશી રાજપૂતે ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 જીતી પરિવારનું નામ રોશન કરવા સાથે ચરોતરનું નડિયાદનું ગૌરવ વધાર્યું છે.
ડોકટર બ્રેવશી રાજપુતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઓનલાઈન વોટિંગમાં સૌથી વધુ વોટ મેળવી બ્રેવશીએ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નું ટાઇટલ જીત્યું છે. હવે તે દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે નોમિનેટ થઈ છે. આગામી સમયમાં દિલ્હી ટાઇટલ મેળવશે તો સિંગાપોર ખાતે ઈન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવાની તક મળશે તેમ બ્રેવશીએ જણાવ્યુ હતી. હાલ તેના પરિવારજનોમાં ખુશી છે સાથે મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ ડોકટરને તમામ રીતે મદદરૂપ થવા ખાત્રી આપી છે.
મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના નાનકડા ગામની અને બે દાયકાથી નડીઆદમાં સ્થાયી થયેલી બ્રેવશી પરિવારના સહયોગથી ફિજિયોથેરાપીસ્ટ બની હતી. બ્રેવશીને મોડલિંગનો શોખ હતો જેને પૂરો કરવા ડો.બ્રેવશીએ લોકડાઉનમાં મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ટાઇટલ માટે ઓનલાઇન ઓડિશન આપ્યું હતું. જે સ્પર્ધામાં સૌથી વધુ વોટ મેળવી તે વિજેતા જાહેર થઈ હતી. ગુજરાત કક્ષાનું ટાઇટલ જીત્યા બાદ બ્રેવશી રાજપૂત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જશે. અને જો દિલ્હીથી તે વિજેતા થશે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સીંગાપોરની પણ તક તેને મળશે. હાલ તો ગુજરાત એમ્બેસેડર ડો.બ્રિવશી રાજપૂતે ફિલ્મી દુનિયામાં તક મળશે તો જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે પેઇન્ટીંગ, લોંગ ડ્રાઇવ અને પરિવાર સાથે સમય ગાળવાનું ગમે છે તેમ જણાવ્યુ હતું.