/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/03142738/maxresdefault-28.jpg)
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે
રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓની એક રાજ્યસ્તરીય સ્પર્ધા યોજવામાં આવે છે. જે અનુસાર
તાજેતરમાં અમદાવાદ ખાતે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં નડિયાદની બ્રહ્મર્ષિ
સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૮ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 18 પૈકી એક વિદ્યાર્થીએ
સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. રાજ્યકક્ષામાં સફળતા મેળવ્યા બાદ હવે આ વિદ્યાર્થી અગરતલા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ
કરશે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ "અખિલ ગુજરાત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા"માં નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહા વિદ્યાલયના 18 છાત્રોએ વિવિધ વિષયોમાં સુંદર પ્રસ્તુતિ કરી હતી. જેમાં 4 છાત્રોએ વિવિધ વિષયોમાં પદક (મેડલ) મેળવ્યા છે.
1. વ્યાસ કુંજન વ્રજેશભાઇ धातुकण्ठपाठ -પ્રથમ -સુવર્ણપદક
2. ઉપાધ્યાય આદિત્ય હસમુખભાઇ पुराण शलाका -દ્વિતીય - રજતપદક
3. રાવલ યમન રજનીકાંત व्याकरणशलाका તૃતીય - કાંસ્યપદક
4. દવે આનંદ નિમેષકુમાર मीमांसा भाष्य - તૃતીય -કાંસ્યપદક
ઉપરના ચાર પૈકી પ્રથમ આવનાર છાત્ર અગરતાલામા "ઓલ ઈન્ડિયા સંસ્કૃત
કોમ્પીટીશન" માં ભાગ લેવા જશે.
તમામ છાત્રોને પદ્મશ્રી
ડાહ્યાભાઇ શાસ્ત્રીજી તથા તમામ ગુરુજનોએ આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી. વિદ્યાર્થીઓની સફળતા બદલ આશીર્વાદ અને શુભકામના
પાઠવતા પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે,
સંસ્કૃતિની રક્ષા ત્યારે જ થશે
જ્યારે સંસ્કૃત ભાષાની રક્ષા થાય. સંસ્કૃતિ જે ભાષામાં વણાયેલી હોય એ ભાષા સમૃદ્ધ
હોય તો જ સંસ્કૃતિ સમૃદ્ધ બને અને સંસ્કૃતિ સમૃદ્ધ બનશે તો જ રાષ્ટ્રની ગતિ પ્રગતિ
થશે તેમ જણાવ્યું હતું.