નર્મદા : જિલ્લાના ભાજપના પ્રમુખનો નાચતા વિડીયો વાયરલ, જુઓ શું કહે છે વિડીયો વાયરલ કરનાર અને ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ

નર્મદા : જિલ્લાના ભાજપના પ્રમુખનો નાચતા વિડીયો વાયરલ, જુઓ શું કહે છે વિડીયો વાયરલ કરનાર અને ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ
New Update

નર્મદા જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલનો એક વિડીયો સોશિયલ મીડીયામાં દાવાનળની જેમ વાયરલ થઇ રહયો છે.જેમાં ઘનશ્યામ પટેલ અન્ય કાર્યકરો સાથે ડાન્સ કરતાં દેખાઇ રહયાં છે.

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ પહેલાં નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપી વચ્ચે રાજકારણ ગરમાય રહયું છે. આવા માહોલમાં નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામ પટેલનો એક વિડીયો દાવાનળની જેમ વાયરલ થઇ રહયો છે. એક ગૃપમાં બહાદુર વસાવાના નામથી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. કનેકટ ગુજરાતની ટીમે બહાદુર વસાવાનો ટેલીફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેમના એક ગૃપમાં વિડીયો આવ્યો હતો અને તે મે ફોરવર્ડ કર્યો છે.

આ વિડીયો બાબતે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિડીયો 3 વર્ષ જુનો છે. અને કાયાવરોહણમાં અભ્યાસ વર્ગ દરમિયાન રાત્રિ રોકાણ વેળા સંગીત સંધ્યા રાખવામાં આવી હતી. જેમાં અમે કાર્યકરોએ ભજન કિર્તન કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં કોવીડ પણ ન હતો અને વાયરલ કરાયેલાં વિડીયોમાં કોવીડનો પણ ઉલ્લેખ છે. મને બદનામ કરવા જુના વિડીયોનો ઉપયોગ કરાયો છે અને મે પોલીસમાં પણ જાણ કરી છે.

#Narmada #viral video #Narmada Viral Video #Gujarat #Ghanshyam Patel Viral Video #BJP Pramukh Viral Video
Here are a few more articles:
Read the Next Article