નર્મદા: કોરોનાને ખુલ્લુ આમંત્રણ ! અત્યારથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધૂળેટીના દિવસનું 50 ટકા બુકિંગ થઈ ગયું !

New Update
નર્મદા: કોરોનાને ખુલ્લુ આમંત્રણ ! અત્યારથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધૂળેટીના દિવસનું 50 ટકા બુકિંગ થઈ ગયું !

કોરોના મહામારી વચ્ચે હોળી ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યું ઓફ યુનિટી ખુલ્લુ રાખવાના તંત્રના નિર્ણયના પગેલે અત્યારથી જ સ્ટેચ્યુના વિવિધ પ્રોજેકટનું બુકિંગ 50 ટકા જેટલું થઈ ગયું છે ત્યારે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાય રહયું છે.

કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા અનેક ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે. હોળી ધૂળેટીના તહેવારમાં પણ અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે જો કે દર સોમવારે મેઈનટેનન્સ માટે બંધ રહેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટ ધૂળેટી પર્વ નિમિત્તે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે 25 હજારથી વધુ પ્રવાસીઓ ધુળેટીના દિવસે SOU પર આવશે એવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહ્યા છે. કેવડિયામાં આવેલ હોટેલ ટેન્ટ સીટી સહીત બધું બુક થવા લાગ્યું છે.

અત્યાર સુધી ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે અત્રે ઉલ્લખનીય છે કે હોળી ધૂળેટીના દિવસે SOU ખુલ્લું રાખીને આધિકારીઓ અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ, ભાવનગર સહીતના મોટા શહેરોના લોકોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે કે હોળીની ઉજવણી કરવી હોય તો કેવડિયા આવી જાવ અહીંયા 10 વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે. અહીંયા કોઈ કર્ફ્યુ નથી ત્યારે કોરોનાના સંક્રમણ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવું કેટલું હિતાવહ છે એ ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories