રાજય સરકારે અતિવૃષ્ટિથી નષ્ટ થયેલા પાકનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે પણ તેમાંથી નર્મદા જિલ્લાના નાંદોદ, દેડીયાપાડા અને ગરૂડેશ્વર તાલુકાને બાકાત રાખવામાં આવતાં ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે…
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.ત્યારે CM વિજય રૂપાણીએ ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે.અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બદલ 20 જિલ્લાના 123 તાલુકાને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે તેમ સરકારે જણાવ્યું છે. સરકારે જે તાલુકાઓ માટે યોજનાની જાહેરાત કરી છે તેમાંથી નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ તાલુકાઓમાં પણ વરસાદ અને પુરના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયું છે. સરકારના આવા વલણ સામે ખેડુતોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલાં ખેડુતોએ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી છે. મનસુખ વસાવાએ પણ અસરગ્રસ્ત ખેડુતોની મુલાકાત લઇ સરકાર તરફથી યોગ્ય વળતર અપાવવાની ખાતરી આપી છે.