નર્મદા: કોરોનાના વધતા કહેરના પગલે તંત્ર એક્ષનમાં, જુઓ શું લેવાયો મહત્વનો નિર્ણય

New Update
નર્મદા: કોરોનાના વધતા કહેરના પગલે તંત્ર એક્ષનમાં, જુઓ શું લેવાયો મહત્વનો નિર્ણય

નર્મદા જીલ્લામાં કોરોનાના વધતાં કહેરના પગલે વહીવટી તંત્ર એક્ષનમાં આવ્યું છે અને જીલ્લાની કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લામાં પણ કોરોનનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્ર વધુ સજ્જ બન્યું છે આજે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને  કોવિડ માટે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસ.જે. હૈદરે  નર્મદા જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર, તથા સમગ્ર જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે કોવિડ  હોસ્પિટલની મુલાકાત લઇ  તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને  પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે  ચર્ચા-વિચારણા કરી  જિલ્લા પ્રશાસનને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. અને . કોરોનાના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લેતાં રાજપીપલાની કોવિડ  હોસ્પિટલની હાલની ૧૦૦ બેડની ક્ષમતા ઉપરાંત આયુર્વેદિક ગર્લ્સ અને બોઇય્ઝ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરની ૨૦૦ બેડની ક્ષમતા ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ કોવિડ કેર સેન્ટર ઉભા કરીને ૪૫૬ વધુ બેડની ક્ષમતા સાથે કુલ-૬૫૬ ક્ષમતા થાય અને ખાનગી બે-ત્રણ તબીબો સાથે MOU કરીને પ્રમથ ફેઝમાં ૭૫૦ ની બેડ ક્ષમતા વધારવા અને જરૂર પડ્યે બીજા ફેઝમાં પણ વધુ ૨૫૦ બેડની ક્ષમતા વધારીને જિલ્લામાં આશરે ૧૦૦૦ બેડની સુવિધા ક્ષમતા કરવા તંત્ર સજ્જ બન્યું છે  

Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.

Latest Stories