વડોદરા રેન્જ IG સંદીપસિંહની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ચોરી અથવા ગુમ થયેલા મોબાઈલ તેમજ સોનાના દાગીના તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા “તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા રેન્જ IG સંદીપસિંહની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ચોરી અથવા ગુમ થયેલા મોબાઈલ તેમજ સોનાના દાગીના તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. જેમાં નર્મદા LCB પોલીસે શોધી કાઢેલા 45 અને સગબારા પોલીસે શોધી કાઢેલા 20 મોબાઈલનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજપીપળામાંથી ચોરી થયેલા અંદાજે 26 ગ્રામ સોનાના દાગીના પણ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડોદરા રેન્જ IG સંદીપસિંહે જણાવ્યું હતું કે, કોઈપણ ચોરી કે, ગુમ થયેલી વસ્તુ અંગે પોલીસમાં ફરિયાદ કરવાથી પોલીસ સંપૂર્ણ મદદ કરે છે. તેઓએ નર્મદા પોલીસ, જિલ્લા પોલીસવડા વિશાખા ડબરાલ અને સમગ્ર ટીમની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓના ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે નવી સાયકલને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.