નર્મદા જિલ્લામાં આવેલ મહારાષ્ટ્રને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 72 કલાક પહેલા આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરવેલા નેગેટિવ વ્યક્તિઓને અપાય રહ્યો છે પ્રવેશ.
વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને હાલની પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા નર્મદા જિલ્લા પોલીસ અને આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. અને ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવા નો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નંદુરબારના કલેક્ટર અને ડીએસપીને પણ જાણકારી અપાઇ છે. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સાગબારા તાલુકાની ધનશેરા ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે જ્યાં રાજ્ય સરકારની સૂચના મુજબ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને પ્રવેશ અપાશે.