નર્મદા: કેવડિયા દેશની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે; બેટરી આધારિત વાહનો જ દોડશે

નર્મદા: કેવડિયા દેશની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે; બેટરી આધારિત વાહનો જ દોડશે
New Update

વિશ્વ પર્યાવરણ દિવસે દેશને સંબોધતા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ ભવિષ્યની તૈયારીઓ રૂપે ઇન્ડિયા ગ્રીન ફ્યુચર વિષય ઉપર જણાવ્યું હતું કે, સ્ટેચ્યું ઓફ યુનિટી ખુબસુરત કેવડિયા શહેર ભારતની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે. કેવડીયામાં બેટરી આધારિત બસો, કાર, થ્રિ વ્હીલર અને ટુ વ્હીલર સહિતના વાહનો દોડશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊચી પ્રતિમાનું સ્થળ, ગુજરાતનું ખુબસુરત કેવડિયા ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે સ્થાપિત થશે જે માટે કામગીરી ચાલી રહી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્રીન ફ્યુચર ઉપર વાત કરતા કહ્યું હતું.

પ્રવાસન ક્ષેત્ર તરીકે કેવડિયા વિકસી રહ્યું છે જ્યાં રોજના સરેરાશ 10,000 થી વધુ લોકો મુલાકાત લે છે. દેશ અને દુનિયામાં ઝડપથી પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા કેવડિયા SOUએ વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ છે ત્યારે ભવિષ્યમાં ભારતની ઝીરો પ્રદુષણ ઉતસર્જિત કરતું શહેર કેવડિયા બની રહેશે તેવો ખુદ સંદેશો પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રીએ આપ્યો છે.

ઇન્ડિયા ગ્રીન ફ્યુચર અંગે વડા પ્રધાને તેમના લાંબાગાળાના વિઝન અંતર્ગત ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે શૂન્ય ઉત્સર્જન મેળવવા ઉપર ભાર મુક્યો હતો. ભવિષ્યમાં બેટરી સંચાલિત બસો, ત્રણ અને ફોર વ્હીલર્સ, ટુ વ્હીલર્સ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરાં કરીને વિશ્વની વિરાટ પ્રતિમા SOUના મુકામ કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનાવવાના પ્રોજેક્ટ વિશે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે, આ માટે કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં કેવડિયા ઇલેક્ટ્રિક સિટી બનતા માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ફરશે.

#Narmada #Narendra Modi #Narmada News #Connect Gujarat News #Kevadia Colony #Kevadiya News #Narendra Modi News #Electric Vehicle City
Here are a few more articles:
Read the Next Article