/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/09105435/fdff-copy.jpg)
અમદાવાદ ખાતે ગુજરાત NCCના મુખ્ય નિર્દેશક કાર્યાલય તરફથી અને ગુજરાત NCCની વડોદરા બટાલીયનના સહયોગથી નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે “નેશનલ યુથ NCC એક્ટીવીટી” અંતર્ગત સરદાર પટેલ નર્મદા ટ્રેક-અખિલ ભારત ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જીલ્લામાં યોજાયેલ ટ્રેકિંગ કેમ્પ દરમ્યાન 27 રાજ્યોના 1000થી વધુ છાત્રોએ જંગલનું ટ્રેકિંગ કરી માહિતી મેળવી હતી. ટ્રેકિંગના અંતિમ બેચને રાજપીપળાના રાજવી મહારાજા રઘુવીરસિંહજીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવી હતી. ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લેનાર છાત્રોની ટુકડી જીતનગરથી જુનારાજ સહિતના જંગલોમાં તબક્કાવાર ટ્રેકીંગ કરી કેવડીયા કોલોની થઇ સરદાર સરોવર ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચશે. કેમ્પમાં ગુજરાત, દાદરાનગર હવેલી દીવ, દમણ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, છત્તીસગઢ સહીત 17 જેટલા ડાયરેક્ટરો અને 300 જેટલા કેડેટ્સો ભાગ લઇ રહ્યા છે.
સમગ્ર ટ્રેકીંગ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, ભાગ
લેનાર તમામ NCCના છાત્રો તેમની મુલાકાત દરમ્યાનના ગુજરાતના મીઠા સંસ્મરણો અને અવિસ્મરણીય
સ્મૃતિ સાથે તેમના વિસ્તારમાં પરત ફરે. ટ્રેકિંગની વિવિધ
માહિતી મેળવીને પોતાનામાં શિસ્ત અને એકતા લાવશે. કેમકે NCCનું જીવન એટલે એક
ફૌજીનું જીવન અને આ જીવન જીવે NCC કેડેટ પોતાની જાતને એક ફૌજી સમજીને આગળ વધે છે, વળી NCCના આ કેડેટ્સને ફૌજમાં જવાની તકો પણ આવા કેમ્પ થકી વધી
જાય છે. આ અંગેની માહિતી 5 ગુજરાત બટાલિયનના કર્નલ સુધીરસિંહ શર્માએ આપી હતી. રાજવી રઘુવીરસિંહજીએ NCCના
કેમ્પ દ્વારા અપાતા માર્ગદર્શન દ્વારા કેડેટ્સ આગળ જતા ભારતના એક મજબૂત સૈનિક બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.