/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/17130233/maxresdefault-179.jpg)
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે અને તેનું કારણ છે અહીં ઉભી કરવામાં આવેલી મનોરંજનની વિવિધ સવલતો… હવે મુલાકાતીઓ ક્રુઝમાં બેસીને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જઇ શકે છે.
કેવડીયામાં સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષમાં હજારો લોકો સ્ટેચ્યુની મુલાકાત લઇ ચુકયાં છે. હાલ કોરોના વાયરસના કહેર વચ્ચે પણ સ્ટેચ્યુ ખાતે આવતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે આ વિશાળ પ્રતિમા ને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે હવે માત્ર રસ્તા પરથી કે હવાઈ માર્ગેજ નહિ આ પ્રતિમા જળ માર્ગે પણ જોઈ શકાય છે પાણી ના પ્રતિબીંબમાં થી ઉભરતી આ પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે.
હવે તમને અમે જે બતાવવા જઇ રહ્યા છે રાત્રીનો લાઇટિંગનો નજારો સાંજે રંગબેરંગી લાઇટિંગથી અહીં વાતાવરણ મનોરમ્ય બની જાય છે. હાલ દિવાળી વેકેશનમાં ગુજરાત અને ગુજરાત બહાર ફરવા જતા પ્રવાસીએા પણ અહીં આવે છે ત્યારે અહીંની કારીગરી અને અદભુત કૌશલ્ય ને જોઇને દંગ રહી જાય છે વળી આ વર્ષે જળ માર્ગે આ વિશાલ પ્રતિમા ને જોઈ ને પ્રવાસીઓ વિશેષ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે