નર્મદા : ગુજરાત અને સિકિકમ વચ્ચેની આ સામ્યતાથી તમે અજાણ હશો

New Update
નર્મદા : ગુજરાત અને સિકિકમ વચ્ચેની આ સામ્યતાથી તમે અજાણ હશો

ગુજરાત અને સિકિકમ બંને પ્રવાસન પર નિર્ભર છે તેથી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો નિર્ધાર કર્યો હતો તેમ સિકિકમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમંગે જણાવયું હતું.



નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. દેશ તથા વિદેશના અનેક મહાનુભવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયાં છે ત્યારે આ યાદીમાં હવે સિકિકમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમંગનું નામ પણ ઉમેરાયું છે. પ્રેમસિંગ તમંગ દાંડીયાત્રાનો કાર્યક્રમ પતાવીને કેવડીયા ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમની સાથે 120 સભ્યો અને વિદ્યાર્થીઓનું ડેલીગેશન પણ કેવડીયા ખાતે આવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી તેમને રાજયના મહેમાનનું બિરૂદ આપી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અદભુત જગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સારી કામગીરી છે. આ સાચા અર્થમાં એકતાનું પ્રતિક છે. અમારૂ સિકિકમ પણ પ્રવાસન પર નિર્ભર છે જયારે ગુજરાત પણ પ્રવાસન પર નિર્ભર છે. બંને રાજયો વચ્ચે આ એક સારી સામ્યતા છે.

Latest Stories