/connect-gujarat/media/post_banners/b02739ece119f1209fd99c76a3bf78c6203c785637cf7a24f4bf74e6974f5196.webp)
આસામની રાજધાની દિસપુરથી લગભગ 7 કિલોમીટરના અંતરે 51 શક્તિપીઠમાનું એકમાત્ર કામાખ્યા દેવીનું મંદિર આવેલું છે. હાલ આસો મૈનની નવરાત્રી એટલે કે, શારદીય નવરાત્રી ચાલી રહી છે. આ નવરત્રી માતાજીની આરાધના અને ઉપાસનનો પર્વ છે, ત્યારે 51 શક્તિપીઠમાનું એક માનવમાં આવે છે, કામાખ્યા મંદિર.
/connect-gujarat/media/post_attachments/9d1f838ef21efe50004f89e2dd71170871d9d10a964f348e0ba682fe5ab1fbd5.webp)
કહેવાય છે કે, કામરુપ કામાખ્યા મંદિર જાતા પહેલા આ વાત જરૂર જાણી લો, જે એ રહસ્ય મંદિર કે, જયાં દેશમાંથી લાખો અઘોરીઓ કરે છે કાલી શક્તિની પૂજા, જે મંદિરમાં કોઇ મૂર્તિ નથી પરંતુ દર વર્ષે કઇંક એવું બને છે, જેથી ભક્તો અચંબિત થઈ જાય છે. સાઇન્સ પણ આ વાત રહસ્ય જાણી નથી શક્યું, જ્યારે વાત કરી રહયા છીએ દેશનું સૌથી રહસ્ય મંદિર કામાખ્યા દેવી મંદિરની, આ મંદિર આસામની રાજધાની દિસપુરમાં જયાં એવી જગ્યા કે, વર્ષમાં એક વખત દુનિયાભરના તાંત્રિક અને અઘોરી અહી ભેગા થાય છે. દિસપુરથી માત્ર 6 કિલોમીટર દૂર નીલાંચલ પર્વત પર માઁ કામાખ્યાનું સિદ્ધ શક્તિપીઠ છે, જ્યારે આ મંદિર 51 શક્તિપીઠમાં સૌથી ઉચ્ચ સ્થાન ધરાવે છે. અહી માઁ સતીની મહામુદ્ર એટલે કે, યોની કુંડ સ્થિત છે, કહેવાય છે કે, અહી માતા સતીએ ભગવાન શંકરની સાથે પ્રેમભર્યો સમય વિતાવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/0b1c6cc975e10c4028789a5bb1808a17734c5efc1a723f6480d23bca065c3df0.webp)
તો આ મંદિરની પાછળની રહસ્યમય કથા વિષે જાણીએ...
દેવી સતીનાં પિતા દક્ષરાજાએ એક મહાન હવનનું આયોજન કર્યું હતું, ત્યારે મોતા પાર્વતી અને ભગવાન શંકરને આમંત્રણ નોતું આપ્યું, ભગવાન શંકર પણ નોતા ઇચ્છતા જે દેવી સતી પણ આ હવનમાં જાય, મહાદેવજીએ સતીને રોક્યા ત્યાં જવા માટે પરંતુ તો પણ માતા સતી તે હવનમાં ગયા, ત્યાં તેના પિતા દક્ષપ્રજાપતિએ ભગવાન શંકરનું બહુ અપમાન કર્યું, તે અપમાન માતા સતી સહનનાં કરી શક્યા ત્યારે તેમણે હવનમાં કૂદી અને પૂતનું જીવન સમાપ્ત કરી નાખ્યું, જ્યારે એ વાત શિવજીને ખબર પડી ત્યારે તેઓ બહુ જ ક્રોધ થયા અને તે જગ્યા પર પહોંચ્યા ત્યારે હવન ચાલી રહ્યો હતો અને માતા સતીને હવણકુંડમાંથી મૃત શરીરને કાઢી અને તેના ખભા પર લઈ તેનું વિક્રરાળ સ્વરૂપ ધારણ કરી તાંડવ સારું કર્યું, ભગવાનના ક્રોધને જોઈ ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્ર છોડ્યુ ત્યારે માઁ સતીના 51 ટુકડા થયા અને અલગ અલગ સ્થાન પર પડ્યા ત્યારથી માતાજીની 51 શક્તિપીઠથી જાણીતા થયા. જે જગ્યા પર માતાજીની યોનિ પડી હતી તે જગ્યાને કામાખ્યા દેવી તરીકે નામ આપવામાં આવ્યું, કામાખ્યા મંદિરનું સૌથી મોટું રહસ્ય છે કે અહી વર્ષમાં 3 દિવસ પાણીનો રંગ લાલ થઈ જાય છે, આ પ્રક્રિયા 3 દિવસ સુધી ચાલે છે.ત્યારે અહી સ્થિત બ્રમ્હપુત્ર નદીનું પાણી પણ લાલ થઈ જાય છે, ત્યારે તે દરમિયાન આ મંદિર બંધ રહે છે. મંદિરમાંથી નીકળેલું આ લાલ પાણી ભક્તોમાં વહેચાય છે, ત્યારે કહેવાય છે આ ત્રણ દિવસમાં રજસ્વલામાં હોય છે, તેનું કોઈ સચોટ અને ઐતિહાસિક પુરાણ નથી કે, આ માંથી નીકળેલ પાણીથી જ આ નદી લાલ થય છે, જ્યારે આ મંદિરનો પ્રસાદ પણ બીજા શક્તિપીઠોથી અલગ છે.અહી પ્રસાદમાં લાલ રંગનું ભીનું કપડું આપવામાં આવે છે, કહેવાય છે કે, આ ત્રણ દિવસ માતા રજસ્વલામાં હોય છે, ત્યારે સફેદ કલરનું કપડું માતાજીના મંદિરમાં બિછાવી દેવામાં આવે છે, જ્યારે 3 દિવસ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે રાખેલ કપડું માતાના રક્તથી ભીનું થયેલું હોય છે.આ વસ્ત્રને અંબુવાચી વસ્ત્ર કહે છે. આ જ ભક્તોને પ્રસાદમાં રૂપમાં દેવામાં આવે છે, ત્યારે એ સમયગાળા દરમિયાન અંબુવાચી મેળો ભરાય છે. આ મંદિરનું નામ કામાખ્યા પડવાની પાછળ પણ એક પૌરાણીક કહાની છે, કહેવાય છે કે અમુક શ્રાપને લઈ કામદેવે તેનું પૌરુષ ખોય બેઠા હતા, ત્યારે માતાજીના યોનિ અને ગર્ભથી શ્રાપ માંથી મુક્તિ મળી ત્યારથી આ મંદિરનું નામ કામાખ્યા પડ્યું અને તેની પૂજા શરૂ થઈ ત્યારે દુનિયાભર માંથી તાંત્રિકો સાધના કરવા માટેઆવે છે, કહેવાય છે કે જય સુધી કોઈ તાંત્રિકને માતાજીના આશીર્વાદ નથી મળતા તેણે તાંત્રિક સિદ્ધી નથી મળતી, આ મંદિર સ્ત્રીની પ્રજનન ક્ષમતનો અહેશાસ કરાવે છે. ત્યારે આ મંદિર સાબિત કરે છે કે માતાજીના તેના હરેક રૂપમાં પાવન છે. માતાજીની સામે સમગ્ર દુનિયા નમે છે. તો તમે પણ આ મંદિરની અવસ્ય મુલાકાત લો...
અહી પ્રસાદમાં લાલ રંગનું ભીનું કપડું આપવામાં આવે છે, કહેવાય છે કે, આ ત્રણ દિવસ માતા રજસ્વલામાં હોય છે, ત્યારે સફેદ કલરનું કપડું માતાજીના મંદિરમાં બિછાવી દેવામાં આવે છે, જ્યારે 3 દિવસ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે રાખેલ કપડું માતાના રક્તથી ભીનું થયેલું હોય છે.આ વસ્ત્રને અંબુવાચી વસ્ત્ર કહે છે. આ જ ભક્તોને પ્રસાદમાં રૂપમાં દેવામાં આવે છે, ત્યારે એ સમયગાળા દરમિયાન અંબુવાચી મેળો ભરાય છે. આ મંદિરનું નામ કામાખ્યા પડવાની પાછળ પણ એક પૌરાણીક કહાની છે, કહેવાય છે કે અમુક શ્રાપને લઈ કામદેવે તેનું પૌરુષ ખોય બેઠા હતા, ત્યારે માતાજીના યોનિ અને ગર્ભથી શ્રાપ માંથી મુક્તિ મળી ત્યારથી આ મંદિરનું નામ કામાખ્યા પડ્યું અને તેની પૂજા શરૂ થઈ ત્યારે દુનિયાભર માંથી તાંત્રિકો સાધના કરવા માટેઆવે છે, કહેવાય છે કે જય સુધી કોઈ તાંત્રિકને માતાજીના આશીર્વાદ નથી મળતા તેણે તાંત્રિક સિદ્ધી નથી મળતી, આ મંદિર સ્ત્રીની પ્રજનન ક્ષમતનો અહેશાસ કરાવે છે. ત્યારે આ મંદિર સાબિત કરે છે કે માતાજીના તેના હરેક રૂપમાં પાવન છે. માતાજીની સામે સમગ્ર દુનિયા નમે છે. તો તમે પણ આ મંદિરની અવસ્ય મુલાકાત લો...