• ચીખલીના આલીપોર ગામના યુવકનું કારસ્તાન સામે આવ્યું

  • યુવકે વકીલના ખોટા સિક્કાના આધારે બનાવી હતી એફિડેવિટ

  • વિદેશ જવાના કામ અર્થે બનાવી આપતો હતો ખોટું સોગંદનામુ

  • ચીખલીના એડવોકેટ નલિન વૈદ્ય દ્વારા પોલીસ મથકે ફરિયાદ

  • પોલીસે આરોપી શોએબ મન્સુરની ધરપકડ કરી તપાસ આદરી

નવસારી જિલ્લાના ચીખલીના એડવોકેટ નોટરીના ખોટા સહીસિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામુ બનાવનાર અને વીઝાનું કામ કરતા આલીપોરના શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસારનવસારી જિલ્લાના ચીખલીમાં વકીલ અને નોટરીનું કામ કરતા અને ફરિયાદી નલિન વૈદ્યના નામની સહી-સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્ષ નકલ ચીખલીના હરણ ગામના પાદર ફળિયાના મહંમદ સિદાદની પત્ની ઝુલેખાબેન વિદેશના કામ માટે બીજી એફિડેવિટની જરૂર છેતેમ જણાવતા બીજા વકીલો પાસે ફરતા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.

તેમણે આ નકલ મેળવી તપાસ કરતા આ એફિડેવિટ ગત તા. 29 ઓગષ્ટ-2023ના પહેલા કરી હોય અને હાલ નવા એફિડેવિટની જરૂર હોયજે સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે ઝુલેખાબેનનો સંપર્ક કરી તેમને પૂછતા લંડનમાં રહેતા દીકરા પાસે જવા માટે વીઝા એપ્લાય કરવાનું કામ કરતા આલીપોરમાં રહેતા સોએબ અહમદ શબીરહુસેન મન્સુરને સોંપ્યું હતુંઅને તેના દ્વારા જ આ એફિડેવિટ કરી અપાઇ હોવાનું જણાવ્યું હતું.

જોકેઆ એફિડેવિટમાં એડવોકેટ નલીન વૈદ્યના નામનો સહી તેમજ સિક્કોલાલ કલરનું સ્ટીકર ઉપરાંત રાઉન્ડશીલ તેમજ સિરિયલ નંબરનો સિક્કો તથા એફિડેવિટમાં જે સિરિયલ નંબર દર્શાવેલ તે પણ ખોટો હોવાનું બહાર આવ્યું હતુંત્યારે ફરિયાદના આધારે પોલીસે સોએબ અહમદ શબ્બીર હુસેન મન્સુરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.