/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/15165151/maxresdefault-174.jpg)
વ્હાલસોયી દીકરીને જીવન જીવવાની પદ્ધતિ આંગળી પકડીને એક પિતાએ શીખવવાની હોય છે, જે પિતાની ફરજમાં આવે છે. પણ અહીં તો એક નરાધમ પિતાએ જ પોતાની 6 વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ આચારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એક ગામની 6 વર્ષની દીકરી પર પોતાના જ પિતાએ દુષ્કર્મ આચરતી ઘટનાએ પિતા અને દીકરીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. પિતા પુત્રીને ધમકાવીને દુષ્કર્મ આચાર્યું હતું. જેમાં દીકરીને ગુપ્તભાગે દુ:ખાવો થતા મામલો માતા પાસે ગયો અને ભાંડો ફૂટતા હકીકતનો પર્દાફાશ થયો હતો.
પિતા બન્યા પછી પોતાની પુત્રી પર જ નજર બગાડનારો આ નરાધમને વાસનાનો કીડો કેવો સતાવતો હશે કે, લોહીના પવિત્ર સંબંધ ધરાવતી નાજુક નમણી બગીચામાં ખીલેલા પુષ્પ જેવી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી. તો આવા નરાધમ પિતાને જાહેરમાં ફાંસીના માંચડે ચઢાવીને મોત આપવામાં આવે તેવી સજા મળે તેવો ગણગણાટ હાલ સમગ્ર પંથકમાં શરૂ થયો છે.