નવસારી : ખેરગામમાં ત્રણ પિતરાઇ ભાઇઓએ બહેનને જ પીખી નાંખી, જુઓ શું છે આખી ઘટના

New Update
નવસારી : ખેરગામમાં ત્રણ પિતરાઇ ભાઇઓએ બહેનને જ પીખી નાંખી, જુઓ શું છે આખી ઘટના

નવસારી તાલુકાના ખેરગામ તાલુકામાં સગીર પિતરાઇ ભાઇઓએ સગીર બહેન સાથે દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો બહાર આવતાં હેવાનિયત માનવીને કેટલી હદ સુધી લઇ જાય છે તે સામે આવી ચુકયું છે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને માસિક ધર્મ નહિ આવતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવતાં હવસનો ખેલ ખુલ્લો પડી ગયો હતો.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઇ છે .ખેરગામ તાલુકાના એક ગામમાં રહેતી 12 વર્ષીય બાળકી નો માસિક ધર્મ ન આવતા વલસાડ સિવિલ માં દાખલ કરવી પડી હતી. જ્યા માતા પિતાએ પૂછપરછ કરતા નજીકના પિતરાઈ ભાઈઓએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની કેફીયત જણાવી હતી. બાળકીની હકીકત સાંભળી માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

આરોપીઓ બાળકી ના ઘરમાં ઘુસી ને એક પછી એક તેની સાથે દુષ્કર્મ કરતાં હતાં. બાળકીને ગર્ભ રહી જતા તમામ પિતરાઈ ભાઈઓનું કૃત્ય બહાર આવ્યું છે જોકે તમામ લોકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય ત્યારે શુ કહેવું અને શું ના કહેવું એ સમજ ની બહાર ની વાત છે પણ પારકા કરતા પોતાના વાર કરી ને નારકાગાર તરફ ધકેલી દે એ ચોક્કસ છે

માણસાઈ ને કલંકિત કરતા બનાવો સામે હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતા પહેલા નાબાલિકો ને શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળાઓમાં સેમિનાર કરીને દુષ્કર્મ કરવું એ યોગ્ય નથી તેમજ સાચું માર્ગદર્શન કરવું એ સમયનો તકાજો બન્યો છે આવું જો ન કરવામાં આવે તો દીકરીઓએ ઘર માંથી બહાર નીકળવું અઘરું સાબિત થશે શિક્ષણ વેવસ્થાઓ માં ફેરફાર કરીને માનસિક વિકૃતિ દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ

Latest Stories