નવસારી : વેઇટરના માથે દેશી કટ્ટો મૂકી લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું “હેંડ્સઅપ”, જુઓ પછી કેવી ઘટના બની..!

New Update
નવસારી : વેઇટરના માથે દેશી કટ્ટો મૂકી લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું “હેંડ્સઅપ”, જુઓ પછી કેવી ઘટના બની..!

દર વર્ષે દિવાળીના તહેવાર ટાણે લૂંટારુ તત્વો સક્રિય થઈને ગુન્હાને અંજામ આપતા હોય છે. જેમાં તેઓ પોતાનો હેતુ પાર પાડવા માટે કોઈપણ હદ વટાવે છે, ત્યારે નવસારીના હાઇવે નં. 48 નજીક આવેલા ઢાબાને લૂંટ માટે નિશાન બનાવી 3 ઈસમોએ ગોળીબાર કરતા પોલીસ દોડતી થઈ છે.

હજુ તો લોકોમાં દિવાળીની રજાના મુડનો માહોલ ઓસર્યો નથી કે, નવસારી જિલ્લામાં લૂંટારું તત્વો આંતક મચાવતા પોલીસ તપાસમાં જોતરાઈ છે. વાત કરીએ તો વીડિયોમાં દેખાતા ઇરજાગ્રસ્ત શખ્સનું નામ ઇશ્વર સેન છે અને તે પોતાની રોજિંદી કામગીરી મુજબ ખાડસુપા પાસે આવેલા ખેતેશ્વર ઢાબા પર વેઈટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે રાત્રીના 11:30 વાગ્યાના સુમારે ખાટલા પર આરામ કરતી વેળા 3 જેટલા અજાણ્યા ઈસમોએ તેના માથા પર દેશી કટ્ટો મૂકી ફિલ્મી સ્ટાઈલમાં હેંડ્સઅપ કહીને વકરાના પૈસા આપી દેવા કહ્યું હતું, ત્યારે ઇશ્વરકુમારે પ્રતિકાર કરીને લમણે મુકેલો કટ્ટો હટાવતા લૂંટારુઓએ ગોળીબાર કરીને ઢાબાના વકરાના 4,500 રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનામાં ઈશ્વર સેનને હાથમાં ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોક સમગ્ર મામલે હાલ તો લૂંટારુઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને તપાસ સોંપાઈ છે. તો સાથે જ FSL અને ડૉગસ્કોવર્ડની ટીમ પણ પસીનો પાડી ગુન્હેગારોનું પગેરું મેળવવા માટે કાર્યરત થઈ છે. જોકે લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં કોઈ જાણભેદુ જ સંડોવાયેલો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે, ત્યારે નવા વર્ષમાં પોલીસ આ ઘટનામાં ડિટેક્શનના શ્રી ગણેશ કેટલા સમયમાં કરે છે તે હવે જોવું રહ્યું..!

Latest Stories