નવસારી: ફાયનાન્સ કંપનીના 4 એજન્ટોએ ફેરવ્યું રૂપિયા 36.89 લાખનું ફુલેકુ,પોલીસે કરી ધરપકડ

New Update
નવસારી: ફાયનાન્સ કંપનીના 4 એજન્ટોએ ફેરવ્યું રૂપિયા 36.89 લાખનું ફુલેકુ,પોલીસે કરી ધરપકડ

નવસારીમાં મુથુટ ફાયનાન્સની લોનની રકમ ઉઘરાવી ચાર એજન્ટોએ 36.89 લાખનું ફુલેકુ ફેરવ્યું હતું પોલીસે આ મામલામાં 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીના ચીખલી તાલુકામાં ઓફિસ ધરાવતી મુથુટ માઇક્રોફિનલિમિટેડમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કામ કરતા 4 એજન્ટોએ જ ગ્રાહકો પાસે લોનની રકમ ઉઘરાવી જમા ન કરાવી હતી.આ બાબતે મેનેજરને ખબર પડતાં તેમણે 4 એજન્ટો વિરુદ્ધ 407 ગ્રાહકોના લોનના હપ્તા ઉઘરાવી રૂ.36.89 લાખ જમા ન કરાવી મુથુટ લિમિટેડ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

જે સંદર્ભે નવસારી ટાઉન પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે ચાર ઈસમો ન ચીખલી અને વલસાડથી ધરપકડ કરી કડકાઇથી પૂછતાછ કરતા એમણે છેતરપિંડીની કબૂલાત કરી હતી. તેઓએ રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લઇ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી અને પોતાના મોજશોખ પુરા કર્યા હતા. હાલ પોલીસે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories