નવસારી : તંત્ર મોડું મોડું જાગ્યું... કમોસમી વરસાદથી પાક નુકશાનનો કરાવ્યો સર્વે

New Update
નવસારી : તંત્ર મોડું મોડું જાગ્યું... કમોસમી વરસાદથી પાક નુકશાનનો કરાવ્યો સર્વે

"ક્યાર" વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને મોટા

પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે, ત્યારે નવસારી જીલ્લામાં પણ વરસાદના કારણે થયેલા નુકશાનના સર્વેની કામગીરીમાં

આળસ ખંખેરી તંત્ર પણ મોડું મોડું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.

નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેતી નુકશાન

અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ નવસારીના જલાપોર તાલુકામાં આવેલા

કોલાસણા ગામમાં ગ્રામસેવક પાસે સર્વે શરૂ કરાવવામાં આવ્યો છે. જેમાં ૪૦ હેક્ટરમાં

નુકશાન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. તંત્ર દ્વારા એક હેક્ટરમાં ૩૩%થી

વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને રૂપિયા ૧૩,૫૦૦ સહાય ચૂકવવાની વાત કરવામાં આવી છે. નવસારી

જિલ્લામાં કુલ ૪૦ હજારથી વધુ હેક્ટરમાં ચોમાસુ ડાંગરની ખેતી કરવામાં આવે છે.

Latest Stories