નવસારી : હોસ્પિટલો અને દુકાનોમાં remdesivir ઇન્જેકશન નથી પણ ભાજપ પાસે છે

New Update
નવસારી : હોસ્પિટલો અને દુકાનોમાં remdesivir ઇન્જેકશન નથી પણ ભાજપ પાસે છે

રાજયભરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતાં remdesivir ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે અને દર્દીના સ્વજનો ઇન્જેકશન મેળવવા માટે દુકાને- દુકાને ભટકી રહયાં છે તેવામાં ભાજપે પોતાના કાર્યાલય પરથી વિનામુલ્યે ઇન્જેકશન આપવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધાં છે.

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની ખતરનાક લહેર ચાલી રહી છે. કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતાં remdesivir ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપ remdesivirના 5 હજાર જેટલા ઇન્જેકશનનું વિનામુલ્યે વિતરણ કરશે તેવી જાહેરાત કરી છે. એક તરફ રાજય કોરોનાના અજગરી ભરડામાં છે તેવામાં ભાજપ પ્રમુખની જાહેરાતથી આશ્ચર્ય થઇ રહયું છે.

જયારે બજારમાં ઇન્જેકશનની અછત છે ત્યારે ભાજપ પાસે ઇન્જેકશન કઇ રીતે આવ્યાં તેવો સવાલ દરેક રાજયવાસીના મનમાં ઉઠી રહયો છે. નવસારીમાં કોરોનાના વધતા કેસોની સાથે જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, ત્યારે જિલ્લા ભાજપ દ્વારા બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી જિલ્લામાં જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક 1000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની તૈયારી કરી છે. આજથી જરૂરીયાતમંદોના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેમને ઇન્જેકશન આપવામાં આવશે.

Latest Stories