21 સદીના આધુનિક યુગમા અંધશ્રધ્ધાએ સામાજિક દુષણ બની ગયુ છે આધુનિક ટેકનોલોજીની વાતો થાય છે પરંતુ આજે પણ અંધશ્રધ્ધાના કારણે પરિવારો નંદવાઈ રહ્યા છે. નવસારીના ગણદેવીના ધરનો મોભી અંધશ્રધ્ધામા આવી જતા બે વ્હાલસોયી દિકરીઓએ તાંત્રિકના હાથે જીવન બરબાદ કરવાનો વારો આવ્યો છે..
21મી સદીમાં પણ સામાજિક દૂષણોના કિસ્સાઓ મનને વિચલિત કરે છે. એક તરફ હાથમાં કોમ્પ્યુટર છે તો બીજી તરફ આજે પણ અંધશ્રદ્ધામાં અનેક જિંદગીઓ બરબાદ થઈ રહી છે. આવો જ એક કિસ્સો નવસારી જીલ્લામાંથી સામે આવ્યો છે. ગણદેવી તાલુકાના પિતાની મોટી દીકરી સાસરેથી પિયર ચાલી આવી હતી. જેનું સમાધાન લાવવા પિતાએ તાંત્રિકનો સહારો લીધો હતો.
તાંત્રિકે દીકરીમાં ભૂત ભરાયું હોવાનું કહી વિધિથી નિવારણ લાવવા દીકરીને પોતાની પાસે રાખી અને હવસની ભૂખ સંતોષી હતી, ત્યાર બીજી દીકરી પર પણ તાંત્રિક વિધિ કરવાનું કહી નાની દીકરીને પણ પોતાની હવસનો શિકાર બનાવી તાંત્રિકે લાચાર બાપની લાજ લૂંટી હતી. આ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે નરાધમ તાંત્રિકની ધરપકડ કરી લીધી છે.
પોલીસની પકડમા ઊભો શખ્સ નંદુરબારનો તાંત્રિક છે, જેને બે માસુમ બાળાઓ સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી છે. નરાધમની હેવાનિયતના કારણે બંને દીકરીઓનું જીવન તબાહ થઈ ગયુ છે. ગણદેવી તાલુકાના પિતાએ અંધશ્રધ્ધાના કારણે લોકોની વાતમા આવી નંદૂરબારના લાખાવાડી ગામે રહેતા તાંત્રિક વિષ્ણુ નાઈકનો સંપર્ક કર્યો હતો અને કથની જણાવી હતી. તાંત્રિકે વીધિ કરી સમસ્યાનુ સમાધાન લાવવાની ખાતરી આપી હતી. પીયર આવી ગયેલી દિકરીમા ભુત ભરાયુ હોવાની વાતો કરી મોટી દિકરીને પોતાની સાથે રાખી હતી. પોતે ભગવાનનુ સ્વરુપ ધારણ કરીને સમસ્યાનુ નિવારણ કરશે તેવી યુક્તિથી પિતાને પોતાની વાતોમાં ફસાવી દીધા હતા. પિતા દિકરીને લંપટ તાંત્રિક પાસે મુકી આવ્યા હતા મોટી દિકરી પરત આવી જતા નાની દિકરીને સાથે રાખીને વિધિ પુરી કરવાની કહી બીજી દિકરીને પણ ગર્ભવતી બનાવી દીધી હતી. સમગ્ર ઘટના વિધિના નામે બાળાનો કબ્જો ન આપતા ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનામાં મદદરુપ થનાર સુરેશ પટેલ અને અબ્દુલ પઠાણની પણ ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
21મી સદીના આધુનિક યુગમા અંધશ્રધ્ધામા રહેતા લોકો માટે લાલબત્તી સમાની કિસ્સો સામે આવ્યો છે. જેમા દીકરીઓની જીંદગી બચાવવા જતા પિતાએ તાંત્રિકની લપેટમા આવીને દીકરીઓને નર્કાગારમા ધકેલી દીધી છે. બંને બાળાઓ ગર્ભવતી બનતા હવે પિતા પર દુખનો પહાડ તુટી પડ્યો છે. પોલીસે આરોપી વિષ્ણુ નાઈક અને તેમના મદદગાર એવા સુરેશ પટેલ અને અબ્દુલ પઠાણ વિરુધ્ધ મદદગારી,અપહરણ,પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. આધુનિક વાતો અને અંધશ્રધ્ધા તરફ ઝુકાવ એ સુજ્ઞ સમાજ માટે ચેતવણીરુપ કિસ્સો છે.