રાજયભરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધતાં નવસારીમાં પણ કોરોના વિસ્ફોટક બનતું જઈ રહ્યું છે ત્યારે વેપારી મંડળ દ્વારા રાખવા આવેલ સ્વૈરિછક બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
કોરોના વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે જેની અસર નવસારીમાં પણ જોવા મળી રહી છે, નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો સરકારી ચોપડે નોંધાયો છે, પરંતુ ખાનગી દવાખાનામાં ઉભરાતી દર્દીઓની સંખ્યાઓએ કઈક અલગ ચિત્ર બનાવ્યું છે, જેને લઈને વેપારી મંડળો દ્વારા શનિ અને રવિવારે સ્વૈરિછક લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ સ્વૈરિછક લોકડાઉન મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે.